સ્વાદની સાથે સ્વાસ્થ્યથી પણ ભરપૂર છે બ્રોકોલીના પરોઠા, નોંધી લો તેની સરળ Recipe
બ્રોકોલી તેના અગણિત ફાયદાઓના કરને ખૂબ જ લોકપ્રિય બની રહી છે. વજન ઓછું કરવાના ડાયટ ફોલો કરનાર કે વીગન ડાયટ ફોલો કરનાર દર

બ્રોકોલી તેના અગણિત ફાયદાઓના કરને ખૂબ જ લોકપ્રિય બની રહી છે. વજન ઓછું કરવાના ડાયટ ફોલો કરનાર કે વીગન ડાયટ ફોલો કરનાર દરેક વ્યક્તિ ચોક્કસપણે તેમના ડાયટમાં બ્રોકોલીનો સમાવેશ કરે છે. આવી સ્થિતિમાં જો તમને બ્રોકોલીની કોઈ નવી વાનગી ખવાની ઈચ્છા થઈ રહી છે તો આ વખતે તમે બ્રોકોલી સ્વાદિષ્ટ પરોઠા બનાવીને બધાને ખવડાવી શકો છો.
સામગ્રી
- ઘઉંનો લોટ - 2 કપ
- બ્રોકોલી - 1
- લસણની કળી - 5-6
- લીલા મરચા - 2-3
- પનીર - 100 ગ્રામ
- મીઠું - સ્વાદ મુજબ
- ચિલી ફ્લેક્સ - સ્વાદ મુજબ
- ઓરેગાનો - સ્વાદ મુજબ
- કોથમીર - બારીક સમારેલી
- કાળા મરીનો પાઉડર - 1/4 ચમચી
- ચીઝ - 1 ક્યુબ
બનાવવાની રીત
- સૌ પ્રથમ, બ્રોકોલી ટુકડા કરીને મીઠાવાળ ગરમ પાણીમાં થોડીવાર માટે રાખો.
- આ પછી એક મિક્સર જારમાં લસણ અને મરચાને બારીક પીસી લો.
- હવે પલાળેલી બ્રોકોલીને એ જ મિક્સર જારમાં નાખો અને તેને બરછટ પીસી લો.
- ત્યાર બાદ એક બાઉલમાં આ મિશ્રણ કાઢીને તેમાં છીણેલું પનીર ઉમેરો.
- આ પછી તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને ચીઝ છીણી ઉમેરો.
- હવે તેમાં બારીક સમારેલી કોથમીર ઉમેરો.
- પછી તેમાં કાળા મરીનો પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- હવે તૈયાર કરેલા મિશ્રણમાં ઘઉંનો લોટ ઉમેરો અને કણક તૈયાર કરો.
- હવે કણકમાંથી પરોઠા બની લો.
- પછી તેને તેલ અથવા ઘીમાં શેકી લો. બંને બાજુથી બરાબર શેકાય જાય એટલે પ્લેટમાં કાઢી લો.
- અ રીતે બધા પરોઠા બનાવી લો.
- તૈયાર છે બ્રોકોલીના પરોઠા. તેને શાક અથવા અથાણાં સાથે માણો.
- આ પરોઠા દહીં સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.




