મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

વેક્સિંગને કારણે ત્વચા પર થતી બળતરા અને ફોલ્લીઓથી તરત રાહત અપાવશે આ 5 વસ્તુઓ

વેક્સનો ઉપયોગ શરીરમાંથી અનિચ્છનીય વાળ દૂર કરવા માટે થાય છે. આના કારણે ત્વચા પર જમા થયેલા ડે

વેક્સિંગને કારણે ત્વચા પર થતી બળતરા અને ફોલ્લીઓથી તરત રાહત અપાવશે આ 5 વસ્તુઓ

વેક્સનો ઉપયોગ શરીરમાંથી અનિચ્છનીય વાળ દૂર કરવા માટે થાય છે. આના કારણે ત્વચા પર જમા થયેલા ડેડ સ્કિન સેલ્સ પણ દૂર થાય છે અને સ્કિન વધુ સોફ્ટ બને છે. જો કે, આ પ્રક્રિયામાં વ્યક્તિને થોડી પીડા અનુભવવી પડે છે. આ ઉપરાંત, વેક્સિંગમાં કેટલાક નાના જોખમો છે જેમ કે ક્યારેક ગરમ વેક્સને કારણે સ્કિન બર્ન થઈ જાય છે અથવા વેક્સિંગ પછી કેટલાક લોકોને ફોલ્લીઓ, ત્વચામાં બળતરા, ચકામા વગેરે જેવી સમસ્યાઓ થવા લાગે છે. જો વેક્સિંગ કર્યા પછી ત્વચામાં બળતરા અથવા ફોલ્લીઓ, ખંજવાળ વગેરેની સમસ્યા હોય તો કેટલીક કુદરતી વસ્તુઓ તમને તાત્કાલિક રાહત આપી શકે છે.

વેક્સિંગ દરમિયાન સ્કિન બર્ન ન થાય તે માટે, વેક્સ લગાવતા પહેલા ટેમ્પરેચરને કાળજીપૂર્વક તપાસવું જરૂરી છે. ફોલ્લીઓથી બચવા માટે, વેક્સ લગાવતી વખતે અને સ્ટ્રીપ ખેંચતી વખતે હેર ગ્રોથની દિશા ધ્યાનમાં રાખવી જોઈએ અને રૂમનું તાપમાન પણ ઓછું રાખવું જોઈએ. આ સિવાય ધ્યાન રાખો કે જે-તે પ્રોડક્ટ તમારી ત્વચાને સૂટ કરે છે કે નહીં. વેક્સિંગ પછી તરત જ સારું મોઇશ્ચરાઇઝર લગાવો. ચાલો જાણીએ કે વેક્સિંગને કારણે થતી ફોલ્લીઓ, ત્વચામાં બળતરા અને ખંજવાળથી કેવી રીતે રાહત મેળવી શકાય.

ફ્રેશ એલોવેરા જેલ લગાવો

જો વેક્સિંગને કારણે સ્કિન બર્ન થઈ જાય તો તરત જ અસરગ્રસ્ત ત્વચા પર ફ્રેશ એલોવેરા જેલ લગાવો. આનાથી તમને ઠંડક પણ મળશે અને ફોલ્લીઓ થવાની શક્યતા પણ ઘટી જાય છે. ફ્રેશ એલોવેરા જેલ ફોલ્લીઓ, ખંજવાળ, ત્વચાની બળતરા અને પિમ્પલ્સથી રાહત મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તે સમયે ફ્રેશ એલોવેરા જેલ ઉપલબ્ધ ન હોય તો બજારમાં ઉપલબ્ધ જેલનો ઉપયોગ કરી શકાય છે.

નારિયેળ તેલ

જો તમને વેક્સિંગ કર્યા પછી સોજો, લાલાશ, ચકામા, ખંજવાળ વગેરે સમસ્યા થાય તો નારિયેળ તેલ લગાવો. આ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરશે અને તમે તાત્કાલિક રાહતનો અનુભવશો. નાળિયેર તેલમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ પણ જોવા મળે છે, તેથી તે સ્કિન ઈન્ફેકશનને ઘટાડવામાં મદદરૂપ છે.

આઈસ ક્યુબ્સ

જો વેક્સિંગ દરમિયાન સ્કિન બર્ન થાય તો તરત જ અસરગ્રસ્ત જગ્યા પર આઈસ ક્યુબ્સ લગાવવા જોઈએ. આનાથી રાહત મળશે. આઈસ ક્યુબ્સ લગાવવાથી ફોલ્લીઓ, લાલાશ અને ખંજવાળમાં પણ રાહત મળે છે. સ્કિન કેર માટે, તમે ગુલાબજળ, કાકડી અને એલોવેરા જેવી વસ્તુઓમાંથી પણ આઈસ ક્યુબ્સ બનાવી શકો છો.

બટાકા અને કાકડી

વેક્સિંગથી સ્કિન બર્ન થવાની સ્થિતિમાં બટેટા કે કાકડી લગાવવાથી પણ ઘણી રાહત મળે છે. આ માટે કાકડી અથવા બટાકાને છીણીને લગાવો. આ પ્રક્રિયાને વારંવાર કરતા રહો, કારણ કે તેનાથી ત્વચાની બળતરાથી રાહત મળે છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

જો વેક્સિંગને કારણે સહેજ દાઝી જવાય તો જ ઘરેલું ઉપચાર ઉપયોગી છે, જો વધુ સમસ્યા થાય તો તરત જ પ્રાથમિક સારવાર કરો અને ડોક્ટરની સલાહ લીધા પછી અન્ય સારવાર કરાવો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો