મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

મોંઘી ક્રિમ કરતા વધુ અસરકારક છે આ ઘરેલું ઉપાય, તેના ઉપયોગથી થોડા દિવસોમાં ચમકવા લાગશે ચહેરો

ચહેરાના રંગને સુધારવા માટે ક્રિમ, સાબુ, ફેસ વોશ જેવી ઘણી પ્રોડક્ટ્સ બજારમાં મળે છે, પરંતુ આ પ્રોડક્ટ્સ ખૂબ ખર્ચાળ

મોંઘી ક્રિમ કરતા વધુ અસરકારક છે આ ઘરેલું ઉપાય, તેના ઉપયોગથી થોડા દિવસોમાં ચમકવા લાગશે ચહેરો

ચહેરાના રંગને સુધારવા માટે ક્રિમ, સાબુ, ફેસ વોશ જેવી ઘણી પ્રોડક્ટ્સ બજારમાં મળે છે, પરંતુ આ પ્રોડક્ટ્સ ખૂબ ખર્ચાળ છે. તે જ સમયે, મોટાભાગની પ્રોડક્ટ્સની જાહેરાતોમાં કરવામાં આવેલા દાવાઓ સંપૂર્ણપણે સાચા નથી હોતા. આ મોંઘી પ્રોડક્ટ્સને બદલે, તમે સ્કિન કેર માટે આ ઘરેલું વસ્તુનો ઉપયોગ કરી શકો છો. 

ઘણા ઉત્પાદનો જે ત્વચાના રંગને સુધારે છે તેમાં રસાયણો હોય છે જેના કારને ત્વચાને નુકસાન પહોંચી શકે છે, તેથી કોઈપણ ઉત્પાદન, ચહેરા પર લગાવતા પહેલા દસ વખત વિચારવું જોઈએ. આ જ કારણ છે કે સ્કિન કેરમાં ઘરેલું ઉપાયો વધુ અસરકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ એવા ઘરગથ્થુ ઉપાયો વિશે જેનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવે છે.

હળદર, દહીં અને ચણાનો લોટ

હળદર, દહીં અને ચણાનો લોટ એ ત્રણ એવી વસ્તુ છે જેનો ઉપયોગ મોટાભાગના લોકો સ્કિન કેરમાં કરે છે અને આ ત્રણ વસ્તુઓ ઘરે સરળતાથી ઉપલબ્ધ છે. આ ત્રણ વસ્તુઓ ચહેરા પર નિયમિત રીતે લગાવી શકાય છે જેથી ચહેરા પર ચમક આવે અને ત્વચા સ્વસ્થ રહે.

હળદર અને મલાઈ

દૂધની મલાઈ અને હળદર પણ ચહેરાના રંગને નિખારવા માટે જાદુથી ઓછું કામ નથી કરતા. જે લોકોની ત્વચા શુષ્ક રહે છે તેમના માટે આ પેક ખુબ જ સારી છે. હળદર રંગને નિખારવામાં મદદ કરે છે, અને મળી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે.

કાચું દૂધ અને હળદર

ચહેરાના રંગને સુધારવા માટે, કાચા દૂધમાં બે ચપટી હળદર ભેળવીને તમારા ચહેરાથી લઈને ગરદન સુધી લગાવવાથી ઘણો ફાયદો થાય છે. 15થી 20 મિનિટ આ ફેસ પેક લગાવી રાખો અને પછી, તમારા ચહેરાને સાદા પાણીથી સાફ કરો. સારા પરિણામો માટે, તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત આ પેકનો ઉપયોગ કરી શકો છો.

લીંબુ અને ટમેટાનો રસ

ટમેટા અને લીંબુ બંને વિટામિન સીના સારા સ્ત્રોત છે અને વિટામિન સી તમારી ત્વચાને સૂર્યના કિરણોથી બચાવે છે એટલું જ નહીં પરંતુ તે ચહેરાના રંગને સુધારે છે અને વૃદ્ધત્વના સંકેતોને પણ ઘટાડે છે. એક ટમેટા અને થોડો લીંબુના રસની પેસ્ટ બનાવો અને પછી તેને ચહેરા પર લગાવો. થોડો સમ,સમય રહેવા દો અને પછી સાદા પાણીથી ચહેરો સાફ કરી લો.

આ સમાચાર શેર કરો