મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / લાઈટ અને હેલ્ધી ડિનર માટે બેસ્ટ છે વેજીટેબલ ઓટ્સ સૂપ, ભૂખને પણ કરે છે નિયંત્રિત

જેઓ વજન ઓછું કરવા માગે છે તેમના માટે કસરતની સાથે હેલ્ધી ડાયટ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ડાયટને અવગણીને અને

Recipe / લાઈટ અને હેલ્ધી ડિનર માટે બેસ્ટ છે વેજીટેબલ ઓટ્સ સૂપ, ભૂખને પણ કરે છે નિયંત્રિત

જેઓ વજન ઓછું કરવા માગે છે તેમના માટે કસરતની સાથે હેલ્ધી ડાયટ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ડાયટને અવગણીને અને માત્ર કસરત કરવાથી વજન ઘટાડવું અશક્ય છે. જ્યારે હેલ્ધી ડાયટની વાત આવે છે, ત્યારે ઘણી વખત વ્યક્તિએ સ્વાદ સાથે બાંધછોડ કરવી પડે છે. લાંબા સમય સુધી બેસ્વાદ ખોરાક ખાવો મુશ્કેલ છે અને કેટલીકવાર લોકો કંટાળી જાય છે અને વજન ઘટાડવાનું કામ છોડી દે છે.

સૂપ એક ખૂબ જ હેલ્ધી ફૂડ આઇટમ છે, તેને તમારા ડાયટમાં સામેલ કરવાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો. સૌપ્રથમ તો સૂપ ઝડપથી તૈયાર થાય છે, ઉપરાંત તેમાં અનેક પ્રકારના વેજીટેબલ, મિલેટ્સ અને હર્બ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાદની સાથે તેના પોષક તત્વોને વધારવાનું કામ કરે છે. વેજીટેબલ ઓટ્સનો સૂપ એવો જ એક હેલ્ધી અને ટેસ્ટી વિકલ્પ છે. ચાલો જાણીએ તેને બનાવવાની સરળ રેસીપી.

સામગ્રી

  • ઓલિવ ઓઈલ - 1 ચમચી
  • લસણ - 1 ચમચી
  • આદુ- 1 ચમચી
  • ડુંગળી - 1/4 કપ
  • ઓટ્સ - 1/4 કપ
  • શાકભાજી (મશરૂમ, કોબી, ગાજર) - 1 કપ
  • વેજીટેબલ સ્ટોક - 2 કપ
  • મીઠું - સ્વાદ મુજબ
  • કાળા મરી - 1/2 ચમચી
  • લીલી ડુંગળી - 1 ચમચી
  • બારીક સમારેલી કોથમરી - 1 ચમચી

બનાવવાની રીત

  • એક પેનને ગેસ પર ગરમ કરવા રાખો.
  • પેનગરમ થાય એટલે તેમાં ઓલિવ ઓઈલ ઉમેરો.
  • હવે તેમાં લસણ, આદુ અને લીલી ડુંગળી નાખીને સાંતળી લો.
  • આ પછી તેમાં ડુંગળી નાખીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
  • પછી તેમાં ઓટ્સ ઉમેરો અને થોડીવાર શેકો.
  • ત્યાર બાદ તેમાં સમારેલા શાકભાજી ઉમેરો.
  • હવે તેમાં વેજીટેબલ સ્ટોક, મીઠું, કાળા મરી અને સમારેલી કોથમીર ઉમેરીને ઓછામાં ઓછી 15થી 20 મિનિટ સુધી પકાવો.
  • વેજીટેબલ ઓટ્સ સૂપ સર્વ કરવા માટે તૈયાર છે.
  • વજન ઘટાડવા ઉપરાંત શરદી અને ઉધરસ જેવી સમસ્યામાં પણ આ સૂપ પી શકાય છે.

આ સમાચાર શેર કરો