Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : VIDEO: Health Tips/ Fresh dates are a boon in the rainy season! This will keep away from 5 major diseases

VIDEO: Health Tips/ વરસાદની ઋતુમાં વરદાન છે તાજી ખજૂર! આ 5 મોટી બીમારીઓથી રાખશે દૂર

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પોષક તત્વોથી ભરપૂર તાજી ખજૂર તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે તેને ફ્રેશ ફોર્મમાં એટલે કે તાજી ખાવામાં આવે, ત્યારે તેની ગુણવત્તા અને પોષણ વધી જાય છે. મોટાઓથી લઈને બાળકો સુધી દરેક માટે તેનું સેવન ગુણકારી છે. પરંતુ, કોઈપણ ફાયદાકારક ખાદ્ય પદાર્થને ખોટી રીતે ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો શું તમે ખજૂર ખાવાનો સાચો સમય અને રીત જાણો છો? ખજૂરની તાસીર ગરમ હોય છે, તો શું આ ગરમ/ચોમાસાની ઋતુમાં તાજી ખજૂર ખાઈ શકાય? જાણો આ વિશે વિગતવાર...

App Store

સૂકી ખજૂર (ખારેક) કરતાં તાજી ખજૂર વધુ ફાયદાકારક

નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન (NCBI) દ્વારા પ્રકાશિત ડેટા અનુસાર, ખજૂર એન્ટીઓક્સીડેન્ટ્સ, ખાસ કરીને કેરોટીનોઈડ્સ અને ફેનોલિક્સનો ઉત્તમ સ્ત્રોત છે. ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ, આયર્ન અને વિટામિન B6 જેવા જરૂરી પોષક તત્વોથી ભરપૂર ખજૂર સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે. આ ઉપરાંત, ખજૂરના બીજમાં પણ પૂરતી માત્રામાં પ્રોટીન અને ડાયેટરી ફાઈબર હોય છે.

તાજી ખજૂર ખાવાના 5 મોટા ફાયદા

1. મગજની કાર્યક્ષમતા (Brain Function) વધારે છે:

એક અભ્યાસ મુજબ, ખજૂર ઇન્ફ્લેમેટરી માર્કર્સ જેમ કે 'ઇન્ટરલ્યુકિન 6' ને ઘટાડે છે. આ તત્વની વધુ માત્રા અલ્ઝાઈમર જેવી મગજની બીમારીઓનું જોખમ વધારે છે. નિયમિત ખજૂર ખાવાથી યાદશક્તિ નબળી પડવાની સમસ્યા દૂર થાય છે, કારણ કે તેમાં બ્રેઈન બૂસ્ટિંગ પ્રોપર્ટીઝ અને સોજો ઘટાડવાના ગુણો હોય છે.

2. નેચરલ સ્વીટનર (કુદરતી ગળપણ) છે:

ખજૂર ફ્રુક્ટોઝનો સારો સ્ત્રોત છે, જે ફળોમાં જોવા મળતી કુદરતી ખાંડ છે. આથી, વાઈટ શુગર (સફેદ ખાંડ) ની જગ્યાએ ખજૂરનો ઉપયોગ હેલ્ધી ઓપ્શન તરીકે મીઠી વાનગીઓમાં થઈ શકે છે. ખજૂરની પેસ્ટ બનાવીને તેને ખાંડની જેમ વાપરી શકાય છે, જે શરીરને ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સ પણ આપે છે.

3. હાડકાંને મજબૂત બનાવે છે:

એક રિસર્ચ અનુસાર, ખજૂરમાં રહેલા ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હાડકાંની સમસ્યાઓમાં કારગર નીવડે છે. જો તમે ઓસ્ટીયોપોરોસીસ (હાડકાં નબળા પડવા) ની સમસ્યાથી પીડાતા હોવ, તો ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક રહેશે.

4. સગર્ભા (પ્રેગ્નન્ટ) મહિલાઓ માટે ઉત્તમ:

નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના એક રિપોર્ટ અનુસાર, પ્રેગ્નન્સી દરમિયાન નિયમિત ખજૂર ખાવાથી સર્વિકલ ડાયલેશન (ગર્ભાશયનું મુખ ખુલવું) સરળ બને છે અને તે લેબર પેઈન (પ્રસૂતિની પીડા) ના સમયને પણ ઘટાડે છે.

5. બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે:

ખજૂરનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ખૂબ ઓછો હોય છે. તેમાં રહેલા ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સ બ્લડ શુગરને સંતુલિત રાખવામાં મદદ કરે છે, જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે નિયમિત માત્રામાં ફાયદાકારક છે.

શું ચોમાસા (Monsoon)માં ખજૂર ખાવી સુરક્ષિત છે?

 ફિટનેસ એક્સપર્ટ જણાવ્યું છે કે, ચોમાસામાં દેશી અને તાજી ખજૂર ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે:

આ ઋતુમાં ખજૂર ખાવાથી હિમોગ્લોબિન (HB) અને એનર્જી લેવલ વધે છે.

તે ઊંઘ ન આવવાની સમસ્યા (Insomnia)માં રાહત આપે છે.

ચોમાસામાં થતા ઇન્ફેક્શન અને એલર્જીની શક્યતાઓને ઘટાડે છે.

કસરત (વર્કઆઉટ) કરતા પહેલાં તાજી ખજૂર ખાવાથી તે એનર્જી બૂસ્ટરનું કામ કરે છે.

એસિડિટી અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓથી છુટકારો અપાવે છે.

ખજૂર ખાવાનો સાચો સમય અને રીત

સવારે ખાલી પેટ: સવારે ખાલી પેટ ખજૂર ખાવી આંતરડાની સમસ્યાઓ દૂર કરે છે તેમજ હાર્ટ અને લિવર હેલ્થ સુધારે છે.
બપોરના ભોજન પછી: જો શરીરમાં હિમોગ્લોબિન (લોહી)ની ઉણપ હોય, તો બપોરે જમ્યા પછી ખજૂર ખાવી જોઈએ.
વર્કઆઉટ પહેલાં: પ્રી-વર્કઆઉટ સ્નેક તરીકે ખજૂર ખાવાથી લાંબા સમય સુધી શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે.
બાળકો માટે: જે બાળકો પ્યુબર્ટી (કિશોરાવસ્થા) ના તબક્કામાં હોય, તેમને ખજૂર આપવી ખૂબ જ ફાયદાકારક છે.

આ રીતે ડાયટમાં સામેલ કરો:

સ્નેક્સ તરીકે બદામ અને પીનટ બટર સાથે ખજૂર ખાઈ શકાય.
તે કુદરતી રીતે મીઠી અને ચીકણી હોવાથી કુકિઝ કે બેકિંગમાં ખાંડના બદલે વાપરી શકાય.
હેલ્ધી એનર્જી બોલ્સ કે લાડુ બનાવવા માટે ડ્રાયફ્રૂટ્સ અને ખજૂરની પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે.