Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : When do dried fruits like nectar become poison?

VIDEO: Health Tips/ અમૃત જેવા ડ્રાયફ્રૂટ્સ ક્યારે બની જાય છે ઝેર? જાણો ખાસ આ નિયમ

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સામાન્ય રીતે ડ્રાયફ્રૂટ્સ શિયાળામાં ખાવામાં આવે છે કારણ કે તેમની તાસીર (પ્રકૃતિ) ગરમ હોય છે. ડ્રાયફ્રૂટ્સ શરીરને અંદરથી ગરમ રાખે છે. પરંતુ ઘણીવાર ખોટી રીતે ડ્રાયફ્રૂટ્સ ખાવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. જો તમે ડ્રાયફ્રૂટ્સ ખાવાના શોખીન છો તો ગભરાશો નહીં, આયુર્વેદ અનુસાર ઉનાળામાં તેને ખાવાની સાચી રીત અહીં જાણી લો.

App Store

આયુર્વેદ અનુસાર, ઉનાળામાં ડ્રાયફ્રૂટ્સ સુકા (એમ જ) ખાવાથી તમારા શરીરનું 'પિત્ત' બગડી શકે છે. તેથી બને ત્યાં સુધી ઉનાળામાં સૂકા મેવા એમ જ ન ખાઓ. જ્યારે પણ ડ્રાયફ્રૂટ્સ ખાઓ ત્યારે તેને પલાળીને જ ખાઓ. પલાળીને ખાવાથી તેમાંથી 'ફાઈટિક એસિડ' નીકળી જાય છે, જેનાથી તેની ગરમી ઓછી થઈ જાય છે અને શરીર તેના પોષક તત્વોને સરળતાથી પચાવી શકે છે. રોજ 20 થી 30 ગ્રામથી વધુ ડ્રાયફ્રૂટ્સ ન ખાવા જોઈએ, નહીં તો પેટમાં ગરમી, પાચનની સમસ્યા અને ખીલ થઈ શકે છે.

સૌથી વધુ ગરમ તાસીરવાળા ડ્રાયફ્રૂટ્સ કયા છે?

ખારેક (સૂકી ખજૂર): આ ખજૂરનું સૂકું સ્વરૂપ છે. તેની તાસીર એટલી ગરમ હોય છે કે શિયાળામાં શરદી-ખાસી, સાંધાના દુખાવાથી બચવા અને ફેફસાંને મજબૂત કરવા માટે તેને દૂધમાં ઉકાળીને પીવાય છે. ઉનાળામાં તેનું સીધું સેવન શરીરમાં અતિશય ગરમી વધારી શકે છે.

અખરોટ: અખરોટ મગજ માટે જેટલું સારું છે, તાસીરમાં તેટલું જ ગરમ છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ અને ભારે તત્વો હોય છે, જેને પચાવવા માટે શરીરને વધુ ઉર્જા લગાવવી પડે છે, જેથી શરીરનું તાપમાન વધે છે.

બદામ: સૂકી કે શેકેલી બદામની તાસીર બહુ ગરમ હોય છે. જો તેને પલાળ્યા વિના ઉનાળામાં ખાવામાં આવે તો પેટમાં બળતરા કે ખીલ થઈ શકે છે.

પિસ્તા: ખાવામાં પિસ્તા ખૂબ ટેસ્ટી લાગે છે પણ તાસીરમાં ખૂબ ગરમ હોય છે. તે શિયાળામાં શરીરને કફ અને ઠંડીથી બચાવે છે, પરંતુ ઉનાળામાં તેનું સેવન ખૂબ જ મર્યાદિત હોવું જોઈએ.

એનો અર્થ એ નથી કે તમારે આ ડ્રાયફ્રૂટ્સ ખાવા માટે શિયાળાની રાહ જોવી પડશે! તમે તેને ઉનાળામાં પણ ખાઈ શકો છો, બસ ખાવાની રીત બદલવી પડશે.

ઉનાળામાં ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત

ઉનાળામાં ડ્રાયફ્રૂટ્સ સૂકા ખાવાને બદલે રાત્રે પલાળીને સવારે ખાઓ. આનાથી તેની ગરમી ઓછી થઈ જાય છે પરંતુ પોષક તત્વો જળવાઈ રહે છે, જે તમારા પાચનને મજબૂત કરે છે.

પલાળેલી બદામ: બદામને રાત્રે પલાળી રાખો અને સવારે તેની છાલ ઉતારીને ખાઓ. તેમાં વિટામિન E હોય છે જે ઉનાળાના આકરા તડકાથી થતા ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે લડે છે.

કિશમિશ (દ્રાક્ષ): ઉનાળામાં કિશમિશ ખાવી ખૂબ ફાયદાકારક છે કારણ કે તેની તાસીર ઠંડી હોય છે. તે ઉનાળાની ઋતુમાં થતા થાકને દૂર કરી તરત જ એનર્જી આપે છે.

કાજુ અને ખજૂર: ઉનાળામાં કાજુ અને ખજૂર ખાઈ શકાય છે પરંતુ તેને સૂકા ખાવાને બદલે રાત્રે પલાળીને સવારે ખાવા જોઈએ. આનાથી શરીરની અંદરની ગરમી શાંત થાય છે.

મખાના: મખાનાની તાસીર કુદરતી રીતે જ ઠંડી હોય છે. તે ઉનાળામાં શરીરના વધેલા પિત્તને શાંત રાખે છે અને પેટની બળતરાથી બચાવે છે.

નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.