Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : These 7 super hit dance exercises

Health Tips : ન વજન વધશે, ન ક્યારેય બીમાર પડશો! રોજ કરો આ 7 સુપર હિટ ડાન્સ એક્સરસાઈઝ, બોડી રહેશે એકદમ ફિટ

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Health Tips : ન વજન વધશે, ન ક્યારેય બીમાર પડશો! રોજ કરો આ 7 સુપર હિટ ડાન્સ એક્સરસાઈઝ, બોડી રહેશે એકદમ ફિટ
સોર્સ : gstv

નૃત્ય એ માત્ર કળા કે મનોરંજન નથી, પરંતુ શરીર અને મનને જીવંત રાખવાની એક સર્વોત્તમ સાધના છે. આજની દોડધામ ભરી જિંદગીમાં જ્યાં લોકો કસરત માટે સમય નથી ફાળવી શકતા, ત્યાં ડાન્સ એક ઉત્તમ શારીરિક પ્રવૃત્તિ (Physical Activity) તરીકે ઉભરી આવે છે. તે કોઈ પણ સાધન વિના આખા શરીરને ફિટ રાખવાનો સૌથી આનંદદાયક માર્ગ છે. નિયમિત નૃત્ય કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ (Blood Circulation) ઝડપી બને છે, જે હૃદય અને સ્નાયુઓને મજબૂતી આપે છે. આ સાથે જ, આજના સમયની સૌથી મોટી સમસ્યા એટલે કે વધતા વજનને નિયંત્રિત કરવામાં અને કેલરી બર્ન કરવામાં ડાન્સ એક રામબાણ ઈલાજ સાબિત થાય છે. ટૂંકમાં કહીએ તો, ડાન્સ એ ખુશ રહીને વજ્ર જેવું નિરોગી શરીર મેળવવાની એક કુદરતી થેરાપી છે.

App Store

ઝુમ્બા : ઝુમ્બા એક સંપૂર્ણ ડાન્સ અને ફિટનેસ વર્કઆઉટ છે. જે ઉર્જાથી ભરપૂર છે. આમાં તમારે ઝડપી ગતિએ સ્ટેપ્સ મૂવ્સ કરવા પડે છે. જે તમારા શરીરને સંપૂર્ણપણે સક્રિય બનાવે છે. ઝુમ્બા કરવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.

હિપ-હોપ : હિપ-હોપ ડાન્સ મગજને રિલેક્સ કરવામાં મદદ કરી શકે છે. આ ડાન્સથી શરીરની ઊર્જા પણ વધી શકે છે. હિપ-હોપ ડાન્સ કરવાથી સ્ટ્રેસ ઘટી શકે છે. હિપ-હોપ ડાન્સમાં ફોકસની જરૂર હોય છે. જે કન્સન્ટ્રેશન વધારવામાં મદદ કરે છે.

સાલસા : સાલસા એક રોમેન્ટિક ડાન્સ છે. તે ઊર્જાથી ભરપૂર હોય છે. આ ડાન્સ કરવાથી સ્ટ્રેસ ઝડપથી ઓછો થઈ શકે છે.

બેલી ડાન્સ : બેલી ડાન્સ શરીરનું સંતુલન સુધારવામાં મદદ કરે છે. તેના ધીમા મૂવ્સ મગજને શાંતિ આપે છે. સાથે શરીરને ફ્લેક્સિબલ બનાવે છે. બેલી ડાન્સ બ્રેનને એક્ટિવ રાખવામાં મદદ કરે છે.

કિકબોક્સિંગ ડાન્સ : આ ડાન્સ સ્ટ્રેસ દૂર કરવા માટે શ્રેષ્ઠ છે. તેમાં શરીરને પૂરતી શક્તિ અને ઊર્જાની જરૂર પડે છે. આ એક પરફેક્ટ વર્કઆઉટ છે.

હોટ યોગા ડાન્સ : આ એક આધુનિક ડાન્સ ફોર્મ છે. એમાં યોગ અને ડાન્સનું મિશ્રણ છે. આ ડાન્સ માનસિક અને શારીરિક શાંતિ આપે છે. તેને

ક્લાસિકલ ડાન્સ : ભારતીય ક્લાસિકલ ડાન્સ જેમ કે ભરતનાટ્યમ અને કથક પણ શરીરને સક્રિય રાખે છે. તેમાં ધીમા અને નિયંત્રિત મૂવ્સ હોય છે. જે માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.

નોંધ : આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. તેથી કોઈ પણ સલાહ અપનાવતા પહેલા વિષયના નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ જરૂર લો. કોઈ પણ નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.