Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : These 6 home remedies will keep dengue and malaria away from your home

Health Tips : ચોમાસામાં મચ્છરોનો કાળ: આ 6 દેશી નુસખા ડેન્ગ્યુ અને મેલેરિયાને રાખશે ઘરથી દૂર

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Health Tips : ચોમાસામાં મચ્છરોનો કાળ: આ 6 દેશી નુસખા ડેન્ગ્યુ અને મેલેરિયાને રાખશે ઘરથી દૂર
સોર્સ : gstv

વરસાદની ઋતુ પોતાની સાથે ગરમીથી રાહત તો લાવે છે, પણ સાથે જ અનેક બીમારીઓનું પૂર પણ લાવે છે. આ સીઝનમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ સૌથી વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં હોસ્પિટલના ચક્કર કાપવા કે બજારમાં મળતી મોંઘી અને સ્વાસ્થ્યને નુકસાન કરતી મચ્છર ભગાડવાની પ્રોડક્ટ્સ વાપરવા કરતાં ઘરેલુ ઉપાયો વધુ શ્રેષ્ઠ સાબિત થાય છે. આજે તમને એવા 6 સરળ અને પાવરફુલ ઘરેલું નુસખાઓ વિશે જણાવીશું, જેને વરસાદ શરૂ થતાં જ તમારે ઘરે તૈયાર કરી લેવા જોઈએ જેથી ડેન્ગ્યુ-મેલેરિયાનું કામ તમામ થઈ જાય.

App Store

ગળોનો ઉકાળો

ચોમાસાની ઋતુમાં બીમારીઓથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) મજબૂત હોવી ખૂબ જરૂરી છે. આમાં ગળો તમારી મદદ કરી શકે છે. શરીરમાંથી તાવ ભગાડવા માટે તમે ગળોનો ઉકાળો પી શકો છો. એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-પાયરેટિક (તાવ વિરોધી) ગુણોને કારણે તે તાવને આવવા જ નથી દેતો.

લીમડાના પાન

જો તમે દરરોજ લીમડાના પાન ખાઓ છો, તો તેજ તાવ, મેલેરિયા, ફ્લૂ, ડેન્ગ્યુ અને વાયરસ સહિતના ઘણા ચેપ (ઇન્ફેક્શન)ને સરળતાથી મટાડી શકો છો. આ પાનમાં બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરવાની અદભુત ક્ષમતા હોય છે.

તુલસીના પાનનો રસ

તુલસીના પાન પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટીપાયરેટિક અને ડાયફોરેટિક (પરસેવો લાવનારા) ગુણો જોવા મળે છે. તે શરીરમાં પરસેવો વધારે છે અને શરીરના તાપમાનને ઓછું કરે છે. તાવમાં તુલસીના પાનનો રસ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.

તજનો ઉકાળો

મેલેરિયા અને ડેન્ગ્યુના દર્દીઓ માટે તજનો ઉકાળો પણ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં આ ઉકાળાને તાવની શ્રેષ્ઠ દવા તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ ઉકાળાને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં મધ પણ ઉમેરી શકાય છે.

આદુનો રસ

એક ઈરાની સંશોધન (રિસર્ચ) મુજબ, આદુ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. તે ઇમ્યુનિટી વધારીને ઇન્ફેક્શનથી છુટકારો અપાવે છે. તાવ આવે ત્યારે આદુનો રસ પીવો ફાયદાકારક હોઈ શકે છે.

હળદરવાળું દૂધ

જો તમને અથવા ઘરમાં કોઈને તાવ હોય, તો તેને ઉતારવા માટે હળદરવાળું દૂધ પીવડાવી શકાય છે. તે શરીરમાં ગરમાવો પેદા કરે છે અને ઇન્ફેક્શનને મૂળમાંથી ખતમ કરી શકે છે. આનાથી શરીરના દુખાવાની સમસ્યામાં પણ રાહત મળે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.