60 સેકન્ડમાં જાણો હૃદયનું સ્વાસ્થ્ય, આ રહ્યાં 3 સૌથી સરળ ટેસ્ટ

પોતાના સ્વાસ્થ્યની જાણકારી મેળવવા માટે લોકો ડોક્ટર પાસે જાય છે, બ્લડ ટેસ્ટ કરાવે છે અને પોતાનું વજન ચેક કરે છે. જ્યારે હૃદયના સ્વાસ્થ્ય વિશે જાણવું હોય, તો તમારે વારંવાર ડોક્ટરના ધક્કા ખાવાની કે પછી બહુ બધી મશીનોની જરૂર નહીં પડે. કાર્ડિયોલોજિસ્ટનું કહેવું છે કે ઘરમાં જ કેટલાક સિમ્પલ મુવમેન્ટની મદદથી હૃદયના સ્વાસ્થ્યની જાણકારી મેળવી શકાય છે. ડોક્ટરે જણાવેલા 3 ટેસ્ટ દ્વારા કાર્ડિયોવાસ્ક્યુલર એન્ડ્યુરન્સ, મસ્ક્યુલર સ્ટ્રેન્થ અને હાર્ટ રેટ રિકવરી વિશે જાણી શકાય છે. અહીં જાણો કયા છે તે 3 ટેસ્ટ.
સીડીઓ ચઢવાનો ટેસ્ટ
પહેલો બેન્ચમાર્ક ફંકશનલ એરોબિક કેપેસિટી પર ફોકસ છે. ડો.એ એક સિમ્પલ ચેલેન્જ જણાવી છે, તમારે 60 સેકન્ડમાં વગર રોકાયે અને રેલિંગ પકડ્યા વગર 60 સીડીઓ ચઢવાની છે. આટલી સ્પીડમાં ચઢાણ દરમિયાન શરીરના રિસ્પોન્સને ચેક કરવાથી કાર્ડિયાક એન્ડ્યોરન્સની તરત ખબર પડે છે. ડોક્ટર જણાવે છે કે જો તમારો શ્વાસ નથી ફૂલી રહ્યો, છાતીમાં દુખાવો નથી થઈ રહ્યો અને તમે વગર રોકાયે ચઢી શકો છો, તો કુલ મળીને તમે ખૂબ જ ફિટ છો.
ચેર સ્ટેન્ડ (ખુરશી પર ઊઠ-બેસ) ટેસ્ટ
બીજા ટેસ્ટમાં શરીરના નીચલા ભાગની તાકાત અને ફંકશનલ મોબિલિટી ચેક કરી શકાય છે. ખાસ કરીને 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે. તેમણે જણાવ્યું કે આ ટેસ્ટ કરવા માટે એક સ્ટાન્ડર્ડ ખુરશી પર બેસો અને પોતાના હાથને છાતી પર વાળી લો. ડોક્ટર જણાવે છે કે ખુરશીના હેન્ડલને પકડ્યા વગર, જો તમે 40 વર્ષની ઉંમર પછી વગર રોકાયે 16થી વધુ વાર બેસી અને ઊભા થઈ શકો છો, તો તેનો અર્થ એ છે કે તમારી ફિટનેસ સારી છે. આનાથી વિપરીત, તેમણે કહ્યું કે 14થી ઓછા રિપીટિશન પૂરા કરવા એ શારીરિક કન્ડિશનમાં સુધારાની જરૂરિયાત દર્શાવે છે.
હાર્ટ રેટ રિકવરી ટેસ્ટ
કોઈપણ ભારે કામ કર્યા પછી જ્યારે હાર્ટ રેટ વધી જાય છે, ત્યારે તે કેટલી વારમાં નોર્મલ થાય છે – એ જ હાર્ટ રેટ રિકવરી ટેસ્ટ છે. આનાથી ખબર પડે છે કે શારીરિક મહેનત પછી ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કેટલી સારી રીતે રિકવર થાય છે. કાર્ડિયોલોજિસ્ટ ત્રણથી પાંચ મિનિટ કાર્ડિયો કરવાની સલાહ આપી – જેમ કે દોડવું, સીડીઓ ચઢવી અથવા ટ્રેડમિલ પર ચાલવું અને તુરંત પોતાની બેસલાઇન પલ્સ ચેક કરો. બરાબર એક મિનિટ આરામ કર્યા પછી, પોતાની હાર્ટ રેટ ફરીથી ચેક કરો જેથી ખબર પડે કે હાર્ટ રેટમાં કેટલો ઘટાડો થયો છે. જો તમારી હાર્ટ રેટ 25 બીટથી વધુ ઘટી જાય છે, તો તેનો અર્થ એ છે કે તમારી રિકવરી ખૂબ જ સારી છે. જ્યારે બીજી તરફ, 12 બીટથી ઓછા ઘટાડાનો અર્થ એ થાય છે કે કાર્ડિયાક રિકવરીમાં તકલીફ છે, જે દર્શાવે છે કે 'તમારી ઓવરઓલ કાર્ડિયાક ફિટનેસ સારી નથી'.
નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

