VIDEO: માત્ર 3 સેકન્ડમાં ખેલાયો મોતનો ખેલ, 65 વર્ષીય વૃદ્ધાનું જોરદાર ટક્કરથી નિપજ્યું મોત
સોર્સ : gstv
વડોદરાના આજવા રોડ પર એક હૃદય કંપાવનારો અકસ્માત સર્જાયો છે, જેમાં વૃદ્ધાનું મોત થયું છે. ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે પૂરઝડપે આવતી એક સફેદ રંગની લક્ઝુરિયસ કારે 65 વર્ષીય વૃદ્ધા શારદાબેન ભાલીયાને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળ્યા હતા.
માત્ર 3 સેકન્ડમાં ખેલાયેલા મોતના આ ખેલમાં ગંભીર ઈજાઓ થતાં વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ કાળજું કંપાવી દે તેવા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કારમાં વિદેશી નાગરિકો સવાર હોવાની ચર્ચાઓ વચ્ચે, મૃતકના પુત્રએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

