હૃદયની બીમારીઓથી બચવા કરો આ સિમ્પલ ટેસ્ટ: 5 સેકન્ડમાં ખબર પડી જશે હાર્ટ ફેલિયરનું જોખમ!

હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓ આજકાલ ખૂબ જ સમાન્ય બનતી જઈ રહી છે. નાની ઉંમરમાં પણ હાર્ટ ફેલિયરના કેસ ઝડપથી વધી રહ્યા છે. આની પાછળ ખરાબ ખાવા-પીવાની ટેવ, લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ, ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ અને પૂરતી ઊંઘ ન લેવી જેવાં ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. હાર્ટ ફેલિયર એ એક ગંભીર સ્થિતિ છે, જેમાં હૃદય શરીરની જરૂરિયાત મુજબ બ્લડ પંપ કરી શકતું નથી. આ કોઈ અચાનક થતી સમસ્યા નથી, પરંતુ તેના લક્ષણો ધીમે-ધીમે શરીરમાં દેખાવાના શરૂ થાય છે. ખાસ કરીને પગને જોઈને હાર્ટ ફેલિયરનો અમુક અંશે અંદાજ લગાવી શકાય છે. એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ડૉ. પુલકિત ગોયલે એક સિમ્પલ '5 સેકન્ડ લેગ ટેસ્ટ' શેર કર્યો છે, જેનાથી ઘરે બેઠા જ પોતાની હાર્ટ હેલ્થનો અંદાજ લગાવી શકાય છે.
હાર્ટ ફેલિયર શું હોય છે?
હાર્ટ ફેલિયરનું નામ સાંભળીને એવું લાગે છે કે હૃદયે પૂરી રીતે કામ કરવાનું બંધ કરી દીધું છે અથવા ધબકારા રોકાઈ ગયા છે, પરંતુ એવું નથી. હાર્ટ ફેલિયરની સ્થિતિમાં હૃદય શરીરની જરૂરિયાત મુજબ લોહી પંપ કરી શકતું નથી. હાર્ટની રચના અને કાર્યપ્રણાલીમાં કોઈ સમસ્યા આવવાને કારણે આ ગંભીર સ્થિતિ ઊભી થાય છે. તેના કારણે શરીરના અલગ-અલગ ભાગો સુધી ઓક્સિજન અને પોષક તત્વોનો પુરવઠો પ્રભાવિત થઈ શકે છે.
ઘરે બેઠા 5 સેકન્ડમાં કરો લેગ ટેસ્ટ
ડૉ. પુલકિત ગોયલ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવે છે કે ઘરે બેઠા 5 સેકન્ડના લેગ ટેસ્ટથી હાર્ટ ફેલિયર વિશે જાણી શકાય છે. આ કરવા માટે સૌથી પહેલા આરામથી સવળા સુઈ જાઓ. હવે 5 સેકન્ડ માટે તમારા પગ ઉપર કરો. જેવા તમે પગ ઉપરની તરફ કરશો કે અટકેલું લોહી હાર્ટ તરફ વધવા લાગશે.
હવે જેવું 5 સેકન્ડ પછી તમે તમારા પગ પાછા નીચેની તરફ કરશો તો તે લોહી ભેગું થઈને પગમાં જમા થવા લાગશે. જો તમારા પગ કે ઘૂંટીમાં સોજો જલ્દી પાછો આવી જાય છે, તો તે ફ્લુઈડ રિટેન્શન (પ્રવાહી જમા થવું) નો સંકેત હોઈ શકે છે. ડોક્ટર કહે છે કે જો પગમાં સોજો દેખાય તો નિષ્ણાતની સલાહ લેવી જરૂરી બની જાય છે.
આ લક્ષણોને ન કરો નજરઅંદાજ
પગમાં સોજાની સાથે-સાથે જો આ સંકેતો પણ દેખાઈ રહ્યા હોય, તો તેને બિલકુલ અવગણવા ન જોઈએ. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે:
થોડીક જ પ્રવૃત્તિ કે હલનચલનમાં શ્વાસ ફૂલાવો
સુતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થવી
અચાનક વજન વધવું
પગ કે ઘૂંટીમાં સતત સોજો રહેવો
હૃદયના ધબકારા અનિયમિત અનુભવાવા
રાત્રે ઉધરસ આવવી
પેટમાં ભારેપણું કે સોજો આવવો
પગમાં સોજાના અન્ય કારણો પણ હોઈ શકે છે
જ્યારે હાર્ટ બ્લડને અસરકારક રીતે પંપ નથી કરી શકતું, ત્યારે શરીરમાં પ્રવાહી (ફ્લુઈડ) જમા થઈ શકે છે. આની અસર પગની આસપાસ અને ઘૂંટીમાં સોજાના રૂપમાં દેખાઈ શકે છે. જોકે પગમાં સોજાના અન્ય પણ ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે— કિડની કે લિવરને લગતી કોઈ સમસ્યા, કેટલીક દવાઓની સાઈડ ઈફેક્ટ્સ, નસો ફૂલી જવી કે લાંબા સમય સુધી ઊભા રહેવું.

