Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Caution before drinking water from copper bottles

Health Tips : તાંબાની બોટલનું પાણી પીતા પહેલાં સાવધાન! આ ૩ ભૂલો કરવાથી અમૃત પણ બની જશે ઝેર

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Health Tips : તાંબાની બોટલનું પાણી પીતા પહેલાં સાવધાન! આ ૩ ભૂલો કરવાથી અમૃત પણ બની જશે ઝેર
સોર્સ : gstv

આયુર્વેદ અને વિજ્ઞાન બંનેમાં તાંબાના વાસણ કે બોટલમાંથી પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ્યું છે. તાંબામાં કુદરતી રીતે એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે પાણીના હાનિકારક બેક્ટેરિયા અને કીટાણુઓનો નાશ કરીને તેને શુદ્ધ બનાવે છે. આ પાણી પાચનતંત્રને મજબૂત કરે છે અને શરીરની ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) વધારે છે. જોકે, મોટાભાગના લોકો આ બોટલનો ઉપયોગ કરતી વખતે 3 મોટી ભૂલો કરી બેસે છે, જે તેમના પેટ અને પાચન સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. 

App Store

તાંબાની બોટલનો ઉપયોગ કરતી વખતે થતી 3 મુખ્ય ભૂલો

1. ગરમ કે ઉકળતા પાણીનો ઉપયોગ

ઘણા લોકો તાંબાની બોટલમાં ગરમ કે ઉકળતું પાણી ભરે છે. આમ કરવાથી પાણીમાં તાંબાનું રિસાવા (ઓગળવાનું) પ્રમાણ વધી જાય છે, જેનાથી સમય જતાં શરીરમાં તાંબાની માત્રા જરૂરિયાત કરતાં વધુ થઈ શકે છે.

2. સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિની અવગણના

જ્યારે આપણું શરીર વધારાના કોપરને પચાવી કે બહાર કાઢી નથી શકતું, ત્યારે તે લિવર અને કિડની જેવા અંગોમાં જમા થવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. ખાસ કરીને લિવર (યકૃત)ની બીમારી, કિડનીની સમસ્યા અથવા પાચનતંત્રના ગંભીર રોગોથી પીડાતા લોકો માટે તાંબાના વાસણનું પાણી ફાયદાના બદલે નુકસાન પહોંચાડી શકે છે.

3. સવારે ખાલી પેટે જ કોપરનું પાણી પીવું

મોટાભાગના લોકો રાત્રે તાંબાની બોટલમાં પાણી ભરી રાખે છે અને સવારે ઉઠીને સૌથી પહેલાં આ પાણી પીવે છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ, કેટલાક લોકોમાં આના કારણે પેટને લગતી સમસ્યાઓ વધી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તાંબાના વાસણનું પાણી પીવું એ બધી બીમારીઓનો કોઈ રામબાણ કે જાદુઈ ઈલાજ નથી. કોઈપણ હેલ્ધી વસ્તુની જેમ આ પાણીનો લાભ પણ ત્યારે જ મળે છે જ્યારે તેનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે. દરેક વ્યક્તિના શરીરની સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોય છે, તેથી જે વસ્તુ એક વ્યક્તિ માટે ગુણકારી હોય તે કદાચ બીજી વ્યક્તિને માફક ન પણ આવે. ટૂંકમાં કહીએ તો, આ પાણી ગમે તેટલું સારું હોવા છતાં તેનો આખો દિવસ અતિરેક ન કરવો જોઈએ અને પોતાની શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

તાંબાની બોટલમાંથી યોગ્ય રીતે પાણી પીવાના ફાયદા

જો સાચી રીતે તાંબાના પાણીનો ઉપયોગ કરવામાં આવે તો તેના અગણિત ફાયદા છે:

- તે પેટના અલ્સર, ઇન્ફેક્શન અને અપચાની સમસ્યાને ઓછી કરે છે તેમજ લીવર અને કિડનીને ડિટોક્સ (શુદ્ધ) કરવામાં મદદ કરે છે.

- તાંબું શરીરની વધારાની ચરબીને સરળતાથી બર્ન કરવામાં મેટાબોલિઝમને મદદરૂપ બને છે.

- તેમાં મજબૂત એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે ચહેરાની ઝીણી રેખાઓ અને કરચલીઓ ઘટાડે છે.

- તાંબામાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો હોવાથી તે સંધિવા અને સાંધાના દુખાવાને ઓછા કરવામાં મદદ કરે છે.

- તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ત્વચાને હેલ્ધી રાખવાની સાથે ઓક્સિડેટિવ તણાવ ઘટાડે છે.

નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.