Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Be careful if you stay up late at night.

Health News : મોડી રાત સુધી જાગતા હોય તો સાવધાન! જાણી લો શરીરને અંદરથી ખોખલું કરી નાખતા આ 5 ગંભીર નુકસાન

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
Health News : મોડી રાત સુધી જાગતા હોય તો સાવધાન! જાણી લો શરીરને અંદરથી ખોખલું કરી નાખતા આ 5 ગંભીર નુકસાન
સોર્સ : GSTV

આજના ડિજિટલ યુગમાં આપણી સવાર ભલે ગમે ત્યારે થાય, પણ આપણી રાત ક્યારેય સમયસર પડતી નથી. બદલાતી જીવનશૈલી, મોડી રાત સુધી ઑફિસનું કામ, સોશિયલ મીડિયા પર કલાકો સુધી ચાલતું રીલ્સનું સ્ક્રોલિંગ અને ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર વેબ સિરીઝ જોવાનો વધતો ક્રેઝ આ બધું જ હવે આપણી રોજિંદી લાઈફસ્ટાઈલનો એક હિસ્સો બની ગયું છે. એક નાનકડો નવો એપિસોડ જોવાની કે પાંચ મિનિટ વધારે મોબાઈલ વાપરવાની લત ક્યારે આખી રાત ઉડાવી દે છે, તેની આપણને ખબર જ નથી રહેતી. પોતાની આ કિંમતી અને કુદરતી ઊંઘ સાથે બાંધછોડ કરીને આજની જનરેશન અજાણતા જ એક મોટા જોખમ તરફ આગળ વધી રહી છે.

App Store

શરૂઆતમાં રાત્રે મોડા સુધી જાગવું એ માત્ર એક સામાન્ય પસંદગી કે શોખ લાગે છે. આપણને એમ થાય છે કે સવારે થોડા મોડા ઊઠીને કે વીકેન્ડ પર વધારે સૂઈને આ ઊંઘની પૂર્તિ કરી લઈશું, પરંતુ શરીર અને મગજ આ રીતે કામ નથી કરતા. આરોગ્ય નિષ્ણાતોના મતે, આ આદત એક 'સાયલન્ટ કિલર' જેવી છે, જે ધીમે-ધીમે તમારા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે. દરરોજ પૂરતી ઊંઘ ન મળવાના કારણે શરીરમાં થાક, સ્વભાવમાં ચિડચિડાપણું (મૂડ સ્વિંગ), નબળી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ ઘર કરવા લાગે છે. તો અહીં જાણો મોડી રાત સુધી જાગવાની આ આદત આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને કઈ હદ સુધી નુકસાન પહોંચાડી રહી છે અને તેનાથી બચવા કેવા પગલાં લેવા જરૂરી છે.

બોડી ક્લોકનું સંતુલન બગડવું

અહેવાલ મુજબ, આપણા શરીરમાં એક કુદરતી બોડી ક્લોક હોય છે, જેને 'સર્કેડિયન રિધમ' કહેવામાં આવે છે. તે નક્કી કરે છે કે ક્યારે શરીરને આરામની જરૂર પડે છે અને ક્યારે એક્ટિવ રહેવાનું છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત મોડી રાત સુધી જાગે છે, ત્યારે આ બોડી ક્લોક બગડવા લાગે છે. આની અસર ઊંઘની ગુણવત્તા પર પડે છે અને સવારે ઉઠ્યા પછી પણ શરીર ફ્રેશ અનુભવતું નથી. ઘણા લોકોને દિવસભર સુસ્તી, માથું ભારે લાગવું અને કામમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શકવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. ધીમે-ધીમે આ આદત આખી દિનચર્યાને અસંતુલિત કરી નાખે છે.

મગજ અને મૂડ પર પણ પડે છે અસર

મોડી રાત સુધી જાગવાની અસર માત્ર શરીર પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ દેખાય છે. ઓછી ઊંઘ લેતા લોકોમાં ચિડીયાપણુ, તણાવ અને મૂડ સ્વિંગ વધુ જોવા મળે છે. ઘણીવાર નાની-નાની વાતો પર ગુસ્સો આવવા લાગે છે અને મગજ શાંત નથી રહેતું. રાત્રે મોડા સુધી સ્ક્રીન જોવાથી મગજ સતત એક્ટિવ રહે છે, જેના કારણે તેને યોગ્ય રીતે આરામ મળી શકતો નથી. કેટલાક લોકોને યાદશક્તિ નબળી પડવી અથવા વસ્તુઓ ભૂલી જવા જેવી સમસ્યાઓ પણ અનુભવાવા લાગે છે.

રોગપ્રતિકારક શક્તિ અને પાચન પર પડી શકે છે ખરાબ અસર

જ્યારે શરીરને પૂરતો આરામ નથી મળતો, ત્યારે ઇમ્યુન સિસ્ટમ પણ નબળી પડવા લાગે છે. આવા લોકો જલ્દી શરદી-ઉધરસ, ખાંસી કે વાયરલ ઇન્ફેક્શનની ઝપેટમાં આવી શકે છે. આ સિવાય મોડી રાત સુધી જાગનારા લોકો અવારનવાર અનહેલ્ધી સ્નેકિંગ પણ કરે છે, જેનાથી પાચન પર અસર પડે છે. એસિડિટી, પેટ ભારે રહેવું અને ભૂખનો સાચો સમય બગડવો એ સામાન્ય સમસ્યા બની શકે છે. કેટલાક લોકોનું વજન ઝડપથી વધવા લાગે છે, કારણ કે મોડા જાગવાથી હોર્મોન બેલેન્સ પણ પ્રભાવિત થાય છે.

ત્વચા અને આંખોમાં દેખાવા લાગે છે ફેરફાર

ઊંઘ પૂરી ન થવાની અસર ચહેરા પર પણ સાફ દેખાવા લાગે છે. આંખોની નીચે ડાર્ક સર્કલ થવા અને ચહેરા પર થાક દેખાવો એ સામાન્ય બાબત છે. રાત્રિના સમયે શરીર પોતાની જાતને રિપેર કરે છે, પરંતુ જો ઊંઘ પૂરી ન થાય તો આ પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. સતત મોડી રાત સુધી જાગવાથી આંખોમાં બળતરા, ડ્રાયનેસ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ પણ વધી શકે છે, ખાસ કરીને એવા લોકોમાં જેઓ રાતભર મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ કરે છે.

કેવી રીતે સુધારી શકો છો તમારી આદત? 

જો તમે રોજ મોડી રાત સુધી જાગો છો, તો ધીમે-ધીમે તમારી સ્લીપ ટાઇમિંગ સુધારવાનો પ્રયત્ન કરો. સૂવાના એક કલાક પહેલા સ્ક્રીન ટાઈમ ઓછો કરો અને રાત્રે કેફીનયુક્ત વસ્તુઓ એટલે કે ચા-કોફીથી અંતર જાળવો. દરરોજ એક નિશ્ચિત સમયે સૂવું અને જાગવું શરીરની બોડી ક્લોકને ફરીથી સંતુલિત કરવામાં મદદ કરી શકે છે. સારી ઊંઘ માત્ર આરામ નથી આપતી, પરંતુ શરીરને સ્વસ્થ રાખવા માટે પણ અત્યંત જરૂરી માનવામાં આવે છે.

નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.