મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ગરબા નાઈટ પર ન્યુ લુક મેળવવા માંગતા હોવ, તો સ્ટાઇલ કરો ગાઉનની આ ડિઝાઇન

નવરાત્રીના અવસર પર, જો તમે ગરબા રમવા જઈ રહ્યા છો અને ચણીયા ચોલીને બદલે અન્ય આઉટફિટ પહેરવા માંગો છો, તો તમે ગાઉન સ્ટાઇલ

ગરબા નાઈટ પર ન્યુ લુક મેળવવા માંગતા હોવ, તો સ્ટાઇલ કરો ગાઉનની આ ડિઝાઇન

નવરાત્રીના અવસર પર, જો તમે ગરબા રમવા જઈ રહ્યા છો અને ચણીયા ચોલીને બદલે અન્ય આઉટફિટ પહેરવા માંગો છો, તો તમે ગાઉન સ્ટાઇલ કરી શકો છો. આ લેખમાં અમે તમને ગાઉનની કેટલીક ડિઝાઇન બતાવી રહ્યા છીએ. આ ગાઉન ગરબા નાઈટ પર પહેરવા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. તમે આ પ્રકારના ગાઉનમાં સુંદર દેખાશો, સાથે જ ભીડથી અલગ પણ દેખાશો.

એમ્બ્રોઇડરી વર્ક ગાઉન

ગરબા નાઈટ પર ન્યુ લુક મેળવવા માટે, તમે આ પ્રકારના કોટન ગાઉનને સ્ટાઇલ કરી શકો છો. આ ગાઉનમાં ખૂબ જ સુંદર વર્ક કરવામાં આવ્યુંછે અને તમે આ ગાઉનને 1000 રૂપિયા સુધીની કિંમતમાં ખરીદી શકો છો. આ ગાઉન સાથે તમે ફૂટવેરમાં હીલ્સ તેમજ જ્વેલરીમાં ચોકર સ્ટાઇલ કરી શકો છો.

બાંધણી પ્રિન્ટ ગાઉન

આ પ્રકારનું બાંધણી પ્રિન્ટ ગાઉન પણ ગરબા નાઈટ પર પહેરવા માટે બેસ્ટ છે. આ ગાઉન પર ખૂબ જ સુંદર બાંધણી પ્રિન્ટ કરેલી છે અને આ ગાઉન પણ ન્યુ લુક મેળવવા માટે સારો વિકલ્પ છે. તમે આ ગાઉનને 1,500 રૂપિયામાં ખરીદી શકો છો. આ ગાઉન સાથે તમે ફૂટવેર તરીકે ફ્લેટ તેમજ જ્વેલરીમાં લોંગ ઇયરિંગ્સ પહેરી શકો છો.

મિરર વર્ક ગાઉન

આ ખાસ પ્રસંગે તમે મિરર વર્ક ગાઉન પણ પહેરી શકો છો. આ પ્રકારના ગાઉનમાં લાઈટ મિરર વર્ક અને તેમાં હેવી મિરર વર્કનો ઓપ્શન પણ મળે છે. આ ગાઉન સાથે તમે લોંગ ઇયરિંગ્સ તેમજ ફૂટવેર તરીકે મોજરી પહેરી શકો છો. તમે આ ગાઉનને 1,000થી 1,500 રૂપિયામાં ખરીદી શકો છો.

આ સમાચાર શેર કરો