ગણેશ ઉત્સવ દરમિયાન જયપુરના આ મંદિરની મુલાકાત લો, અહીં સૂંઢ વિનાના ગણપતીની થાય છે પૂજા
Ganapati Bappa without trunk is worshipped in this temple of Jaipur | 7 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે. આ 10 દિવસીય ઉત્સવમાં લોકો વિવિધ મંદિરોમાં જઈ

7 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે. આ 10 દિવસીય ઉત્સવમાં લોકો વિવિધ મંદિરોમાં જઈને બાપ્પાના દર્શન કરી રહ્યા છે. આ સમયે ભગવાન ગણેશના મંદિરોની સુંદરતા જોવા જેવી હોય છે. વિવિધ સ્થળોએ પંડાલ અને મેળાઓનું આયોજન કરવામાં આવ્યા છે. મંદિરોને સુંદર રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે.
જો તમે પણ આ ગણેશ ઉત્સવમાં બાપ્પાના સૌથી અનોખા મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ઉપયોગી થશે. આજના લેખમાં અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જે ભારતના સૌથી અનોખા મંદિરોમાંનું એક માનવામાં આવે છે. આ મંદિરમાં સૂંઢ વિનાના ગણપતીની પૂજા કરવામાં આવે છે.
સૂંઢ વિનાના ગણપતીનું મંદિર
રાજસ્થાનના જયપુરમાં આવેલા ગઢ ગણેશરમાં સૂંઢ વિનાના ગણપતીની પૂજા થાય છે. આ જ કારણે મંદિર અનોખું માનવામાં આવે છે. અહીં ગણેશ ઉત્સવ પર ઘણા ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ મંદિર 300 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે.
ગઢ ગણેશ મંદિર ક્યાં આવેલું છે?
આ મંદિર જયપુરમાં નાહરગઢ કિલ્લાની નજીક પહાડીની ટોચ પર આવેલું છે. અહીં તમે માત્ર મંદિરની સુંદરતા જ નહીં પરંતુ સમગ્ર જયપુર શહેરનો ભવ્ય નજારો પણ જોઈ શકો છો. તેથી, તે ધાર્મિક સ્થળની સાથે સાથે લોકપ્રિય પર્યટન સ્થળ પણ માનવામાં આવે છે. ટેકરી પર સ્થિત હોવાને કારણે મંદિરનું વાતાવરણ અત્યંત શાંતિપૂર્ણ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. જયપુરમાં અન્ય કિલ્લાઓ અને મહેલોની મુલાકાત લીધા પછી, તમે શાંતિ અને માનસિક આરામ માટે આ મંદિરની મુલાકાત લઈ શકો છો. આ મંદિર દેશના સૌથી પ્રખ્યાત ગણેશ મંદિરોમાંનું એક છે.
ગઢ ગણેશ મંદિરની મુલાકાત કેવી રીતે લેવી
રોડ માર્ગે - દેશના ઘણા ભાગોમાંથી બસો જયપુર પહોંચે છે. તમે ખાનગી અને રાજ્ય પરિવહનની બસ દ્વારા અહીં પહોંચી શકો છો. તમારે ગઢ ગણેશ મંદિરની નજીક સ્થિત આમેર રોડ સુધી બસ લેવી પડશે. અહીંથી તમે કેબ અને ઈ-રીક્ષા દ્વારા મંદિર પહોંચી શકો છો.
ટ્રેન દ્વારા - જો તમે ટ્રેન દ્વારા આવો છો, તો જયપુર જંકશન સ્ટેશન નજીકનું રેલ્વે સ્ટેશન છે. અહીંથી તમારે કેબ અથવા રીક્ષામાં જવું પડશે. મંદિર સુધી પહોંચવા માટે તમારે 5-6 કિલોમીટરનું અંતર કાપવું પડશે.
ફ્લાઈટ દ્વારા - જો તમે હવાઈ માર્ગે જવા માંગો છે, તો જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા પછી, તમારે કેબ અથવા રીક્ષા બુક કરવી પડશે. અહીંથી ગઢ ગણેશ મંદિરનું અંતર લગભગ 14-15 કિલોમીટર છે.
- મંદિરમાં દર્શન કરવાનો સમય - સવારે 5થી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 4થી 7 વાગ્યા સુધી.








