Beauty Tips / તૈલી ત્વચાની સંભાળ રાખવા માટે ફોલો કરો આ સ્કિન કેર રૂટીન, થોડા દિવસોમાં જ દેખાશે અસર
જો તમારી સ્કિન ઓઈલી હોય તો તમારા માટે તમારી ત્વચાની સંભાળ રાખવી એ ચોક્કસપણે ખૂબ જ પડકારજનક હોઈ

જો તમારી સ્કિન ઓઈલી હોય તો તમારા માટે તમારી ત્વચાની સંભાળ રાખવી એ ચોક્કસપણે ખૂબ જ પડકારજનક હોઈ શકે છે. આ એક એવી ત્વચા છે જેના પર સીબમનું ઉત્પાદન વધારે છે, જેના કારણે ત્વચા વધુ તૈલી લાગે છે. જ્યારે ત્વચા પર તેલનું પાતળું પડ બને છે, ત્યારે ધૂળ અને પ્રદૂષણ ચહેરા પર ચોંટી જાય છે. જેના કારણે તમારે ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તે બ્રેકઆઉટ, બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સનું કારણ પણ બની શકે છે. તેથી, તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે તમે તમારી ત્વચાની સારી રીતે કાળજી લેવા માટે યોગ્ય સ્કિન કેર રૂટીન ફોલો કરો.
તૈલી ત્વચાની કાળજી લેવા માટે, સવારે અને સાંજના આલગ અલગ સ્કિન કેર રૂટીનને ફોલો કરો. આ તમારી તૈલી ત્વચાને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આજે આ લેખમાં અમે તમને તૈલી ત્વચાની સંભાળ રાખવા માટેના સ્કિન કેર રૂટીન વિશે જણાવી રહ્યા છીએ.
મોર્નિંગ સ્કિન કેર રૂટીન
તમારે તમારા દિવસની શરૂઆત હળવા ફોમ આધારિત ક્લીંઝરથી કરવી જોઈએ. જ્યારે તમે ક્લીંઝર પસંદ કરો છો, ત્યારે ખાતરી કરો કે તે ઓઈલ ફ્રી છે અને ખાસ કરીને તૈલી ત્વચા માટે બનાવેલ છે. તેનાથી ચહેરાની ગંદકી સાફ થશે અને વધારાનું તેલ પણ દૂર થશે.
આ પછી, વિચ હેઝલ અથવા સેલિસિલિક એસિડ જેવા ઘટકો સાથેના ટોનરનો ઉપયોગ કરો. આ ત્વચા પર હાજર વધારાનું તેલ ઘટાડવામાં પણ મદદ કરશે.
આ પછી, તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરો. આ માટે તમારે લાઈટવેટના ઓઈલ ફ્રી મોઇશ્ચરાઇઝની પસંદગી કરવી જોઈએ. તે તમારી ત્વચાને માત્ર હાઇડ્રેટ જ નથી કરતું, પરંતુ તે ઓઈલી પણ નથી લાગતું.
આ પછી સનસ્ક્રીન લગાવો. તમારે 30 કે તેથી વધુના SPF સાથે બ્રોડ-સ્પેક્ટ્રમ સનસ્ક્રીન પસંદ કરવી જોઈએ. આ માત્ર યુવી કિરણોથી ત્વચાને બચાવશે જ નહીં, પરંતુ વધારાનું તેલ પણ ઘટાડવામાં પણ મદદ કરશે.
ઈવનિંગ સ્કિન કેર રૂટીન
સવારની જેમ જ સાંજે પણ સ્કિન કેર રૂટીન ફોલો કરવું મહત્ત્વપૂર્ણ છે. આ આખા દિવસમાં ચહેરા પર એકઠી થયેલી ગંદકી દૂર કરવામાં અને તમારી ત્વચાને નિખારવામાં મદદ કરશે.
સાંજનું સ્કિન કેર રૂટીન ક્લીનીંગ સાથે શરૂ કરો. તમારે તમારી ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખીને ઓઈલી ફ્રી ક્લીંઝરનો ઉપયોગ કરવો જોઈએ.
ડેડ સ્કિન સેલ્સને દૂર કરવા માટે અઠવાડિયામાં એકવાર તમારી ત્વચાને એક્સફોલિએટ કરો. જો કે, આ સમય દરમિયાન તમારે હાર્શ સ્ક્રબ્સનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તે તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
હવે નિયાસીનામાઇડ અથવા સેલિસિલિક એસિડ સાથેનું સીરમ લગાવો. આ સીરમ વધારાનું તેલ ઉત્પાદન નિયંત્રિત કરવામાં મદદ કરશે. ઉપરાંત, તમારી ત્વચા વધુ મુલાયમ દેખાય છે. સીરમ પછી હળવા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.








