Skin Care Tips / ચહેરા પરના ડાર્ક સ્પોટ્સની સમસ્યાથી મળશે છુટકારો, બસ ફોલો કરો આ ટિપ્સ
ઘણી વખત બદલાતી ઋતુમાં ચહેરા પર પિમ્પલ્સ દેખાય છે અને આ પિમ્પલ્સથી છુટકારો મેળવવા માટે મહિલાઓ ઘણા ઉપાયો કરે છ

ઘણી વખત બદલાતી ઋતુમાં ચહેરા પર પિમ્પલ્સ દેખાય છે અને આ પિમ્પલ્સથી છુટકારો મેળવવા માટે મહિલાઓ ઘણા ઉપાયો કરે છે અને ઘણી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરે છે. આ ઉપાયો અને પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને પિમ્પલ્સની સમસ્યા ઓછી થઈ જાય છે, પરંતુ ક્યારેક આ પિમ્પલ્સને કારણે ચહેરા પર ડાર્ક સ્પોટ્સની સમસ્યા શરૂ થઈ જાય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવો માટે અમે કેટલીક ટિપ્સ જણાવીશું.
વિટામિન ઈ કેપ્સ્યુલ
નિષ્ણાતોના મતે, ચહેરા પરના ડાર્ક સ્પોટ્સની સમસ્યાને ઓછી કરવા માટે વિટામિન ઈ કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકાય છે. વિટામીન ઈ કેપ્સ્યુલમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે અને આ ગુણો ચહેરા માટે ફાયદાકારક હોય છે.
આ રીતે ઉપયોગ કરો
નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વિટામિન ઈ કેપ્સ્યુલનો ઉપયોગ રાત્રે કરો. આ વિટામીન ઈ કેપ્સ્યુલને ચહેરા પર લગાવીને થોડીવાર મસાજ કરો. આ રીતે વિટામીન ઈ કેપ્સ્યુલનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ડાર્ક સ્પોટ્સની સમસ્યા થોડા દિવસોમાં જ ઓછી થઈ શકે છે.
કોથમરી
ચહેરા પરના ડાર્ક સ્પોટ્સની સમસ્યાને ઓછી કરવા માટે કોથમરીનો ઉપયોગ કરી શકાય છે. કોથમરીમાં ઘણા બધા વિટામિન્સ તેમજ કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે અને આ તમામ ગુણો સ્વાસ્થ્યની સાથે ચહેરા માટે પણ ફાયદાકારક છે.
આ રીતે ઉપયોગ કરો
- કોથમરીને પીસીને તેની પેસ્ટ બનાવો.
- આ પેસ્ટને ચહેરા પર લગાવો
- 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો.
- ચહેરોને મોઇશ્ચરાઇઝ કરો.








