મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

વરસાદની ઋતુમાં બમણી થઈ જશે ટ્રેકિંગની મજા, બસ ફોલો કરો આ સેફટી ટિપ્સ

લગભગ દરેક વ્યક્તિને મુસાફરી કરવી ગમે છે. અમુક લોકો તો ફરવાના એટલા શોખીન હોય છે કે તેમને જ્યારે પ

વરસાદની ઋતુમાં બમણી થઈ જશે ટ્રેકિંગની મજા, બસ ફોલો કરો આ સેફટી ટિપ્સ

લગભગ દરેક વ્યક્તિને મુસાફરી કરવી ગમે છે. અમુક લોકો તો ફરવાના એટલા શોખીન હોય છે કે તેમને જ્યારે પણ સમય મળે છે, તે ફરવા નીકળી જાય છે. ટ્રાવેલિંગની સાથે સાથે ઘણા લોકો એડવેન્ચર એક્ટિવિટી કરવાનું પણ પસંદ કરે છે. એટલા માટે ઘણા લોકો રિવર રાફ્ટિંગ, સ્કાયડાઈવિંગ, પેરાગ્લાઈડિંગ, હાઈકિંગ અને રોક ક્લાઈમ્બિંગ માટે અલગ અલગ જગ્યાએ જતા હોય છે.

જ્યારે એડવેન્ચર એક્ટિવિટીની વાત આવે છે, ત્યારે ઘણા લોકોને ટ્રેકિંગ સૌથી વધુ ગમે છે. ટ્રેકિંગ એક મજાની પ્રવૃત્તિ છે, પરંતુ જો કોઈ ચોમાસામાં ટ્રેકિંગ માટે જાય છે, તો તેના માટે કેટલીક સેફટી ટિપ્સ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

જો તમે પણ ચોમાસામાં ટ્રેકિંગની મજા માણવા પહાડો પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે વરસાદની ઋતુમાં પણ ટ્રેકિંગને સુરક્ષિત અને યાદગાર બનાવી શકો છો.

યોગ્ય સ્થળ પસંદ કરો

જો તમારે ચોમાસામાં ટ્રેકિંગની મજા લેવી હોય તો સૌથી પહેલા તમારે યોગ્ય જગ્યા પસંદ કરવી પડશે. જો તમે ચોમાસામાં ટ્રેકિંગ માટે ઊંચા પહાડો પર જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

તમે ચોમાસામાં ટ્રેકિંગ માટે એવી જગ્યા પસંદ કરી શકો છો જ્યાં પ્રવાસની વચ્ચે નાની-નાની ખડકો આવે તો પણ કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આ સિવાય જ્યાં પૂર કે ભૂસ્ખલનનો ભય હોય ત્યાં ક્યારેય ટ્રેકિંગ માટે ન જવું જોઈએ. આ સિવાય ભારે વરસાદમાં પણ બહાર ન નીકળો.

ગ્રુપમાં ટ્રેકિંગ પર જાઓ

જો તમે ટ્રેકિંગ માટે જાવ છો, તો તમારે ગ્રુપમાં બહાર જવું જોઈએ. ખાસ કરીને ચોમાસામાં ગ્રુપ સાથે જ બહાર જવું જોઈએ. જો તમે કોઈ ગ્રુપ સાથે ચોમાસામાં ટ્રેકિંગ કરવા જશો તો તમને મજા આવશે અને તેઓ તમને કોઈપણ સમસ્યામાં મદદ પણ કરી શકે છે.

ગ્રુપમાં ટ્રેકિંગ પર જવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એકબીજાનો હાથ પકડીને આપણે સૌથી મુશ્કેલ ટ્રેકિંગને સરળતાથી પાર કરી શકીએ છીએ. આ સિવાય મિત્રો ટ્રેકિંગ દરમિયાન એકબીજાને માર્ગદર્શન આપતા રહે છે.

વોટરપ્રૂફ બેગ લઈ જાઓ

જો તમે ચોમાસામાં ટ્રેકિંગ માટે જતા હોવ તો વોટર પ્રૂફ બેગ જરૂરી છે. જો તમે તેના વગર ટ્રેકિંગ પર જશો તો તમારા સામાનને તો નુકસાન થશે જ પરંતુ ટ્રેકિંગની મજા પણ બગડી જશે. જો તમારી પાસે વોટર પ્રૂફ બેગ નથી, તો તમે પ્લાસ્ટિકના કવરવાળી સામાન્ય બેગ લઈ શકો છો અને વરસાદ પડે ત્યારે પ્લાસ્ટિકનના કવરથી બેગને ઢાંકી શકો છો.

સ્પાઈકવાળા શૂઝ અને રેઈનકોટ પહેરવાનું ભૂલશો નહીં

જો તમે ચોમાસામાં પહાડોમાં ટ્રેકિંગ કરવા જઈ રહ્યા હોવ તો તમારી સાથે રેઈનકોટ હોવો ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે રેઈનકોટ હોય, તો તમે તમારી જાતને ભીના થવાથી અને બીમાર પડવાથી બચાવી શકો છો.

રેઈનકોટ સિવાય, સ્પાઈકવાળા શૂઝ પહેરવા જરૂરી છે. વરસાદમાં ટ્રેકિંગ દરમિયાન પગ લપસી જાય છે, આવી સ્થિતિમાં જો તમે સ્પાઈકવાળા શૂઝ પહેરો તો લપસી જવાનો ડર રહેતો નથી. આજકાલ, સ્પાઈકવાળા શૂઝ બજારમાં સસ્તા ભાવે સરળતાથી મળી જાય છે.

આ ટિપ્સ ધ્યાનમાં રાખો

  • ટ્રેકિંગ માટે નીકળતા પહેલા જરૂરી દવાઓ પેક કરવાનું ભૂલશો નહીં.
  • તમે પ્રવાસ માટે નાસ્તો પણ પેક કરી શકો છો.
  • ચોમાસામાં ટ્રેકિંગ માટે કેમ્પિંગ ટેન્ટ સાથે રાખવો જોઈએ.

આ સમાચાર શેર કરો