મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Sita Navami 2024 / ભારતમાં અહીં આવેલા છે માતા સીતાના પ્રસિદ્ધ મંદિરો, દરરોજ દર્શન માટે લાગે ભક્તોની લાઈન

દેશભરમાં માતા સીતાના અનેક મંદિરો છે, જે ઈતિહાસ દર્શાવે છે. આ મંદિરો એવા છે જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે. આ

Sita Navami 2024 / ભારતમાં અહીં આવેલા છે માતા સીતાના પ્રસિદ્ધ મંદિરો, દરરોજ દર્શન માટે લાગે ભક્તોની લાઈન

દેશભરમાં માતા સીતાના અનેક મંદિરો છે, જે ઈતિહાસ દર્શાવે છે. આ મંદિરો એવા છે જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે. આ મંદિરોમાં તમને રામાયણ વિશે જાણવા મળશે. ભારતમાં એક વિશેષ મંદિર છે, જ્યાં માતા સીતાની સાથે તેમના પુત્રો લવ-કુશની પણ પૂજા કરવામાં આવે છે.

આ લેખમાં અમે તમને માતા સીતાના આવા વિશેષ મંદિરો વિશે જણાવીશું. તમે સીતા નવમી 2024 પર અહીં મુલાકાત લઈ શકો છો. આ વર્ષે સીતા નવમી 16 મેના રોજ ઉજવવામાં આવશે.

સીતા ગુફા, મહારાષ્ટ્ર

નાસિકના પંચવટીમાં આવેલું, આ મંદિર સીતા ગુફા તરીકે ઓળખાય છે કારણ કે માતા સીતા તેમના વનવાસ દરમિયાન ભગવાન રામ સાથે અહીં રોકાયા હતા. આ સ્થાન પર તમને પાંચ પવિત્ર વડના વૃક્ષો પણ જોવા મળશે. તેથી જ આ સ્થળ પંચવટી તરીકે ઓળખાય છે. આ ગુફામાં માતા સીતાની મૂર્તિ સુધી પહોંચવા માટે તમારે સીડીઓ ઉતરવી પડે છે.

સમય - સવારે 6:00થી રાતના 9:00 વાગ્યા સુધી
કેવી રીતે પહોંચવું - નાસિક રેલ્વે સ્ટેશનથી આ ગુફા માત્ર 5 કિમી દૂર છે.

સીતા દેવી મંદિર, કેરળ

વાયનાડમાં સ્થિત માતા સીતાનું આ વિશેષ મંદિર લીલાછમ છોડ અને વૃક્ષોથી ઢંકાયેલું છે. આ ભારતના દુર્લભ મંદિરોમાંનું એક છે. અહીં મંદિરમાં તમને લવ અને કુશની મૂર્તિઓ પણ જોવા મળશે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે તે શાંતિપૂર્ણ વાતાવરણમાં આવેલું છે. અહીં પૂજા માટે આવતા ભક્તો અત્યંત હળવાશ અનુભવે છે. આ મંદિરને સીતા દેવી લવ કુશ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

સમય - સવારના 5:00થીબપોરના 12:30 અને સાંજના 5:30થી 7:30 વાગ્યા સુધી

અહીં ભગવાન રામ વિના થાય છે માતા સીતાની પૂજા 

મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના કરીલામાં માતા સીતાને સમર્પિત સૌથી વિશેષ મંદિર છે. આ ભારતનું સૌથી અલગ અને ખાસ મંદિર માનવામાં આવે છે કારણ કે અહીં શ્રી રામ વિના માતા સીતાની પૂજા થાય છે. આ મંદિરમાં માતા સીતા તેમના બે પુત્રો સાથે બિરાજમાન છે. આ ભારતના પ્રખ્યાત મંદિરોમાંથી એક છે.

એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન રામે માતા સીતાનો ત્યાગ કર્યો હતો ત્યારે તેઓ અહીં રોકાયા હતા. માતા સીતાએ તેમનું બાકીનું જીવન જંગલમાં મહર્ષિ વાલ્મીકિના આશ્રમમાં વિતાવ્યું હતું.

આ સમાચાર શેર કરો