મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ઓગસ્ટમાં એક્સપ્લોર કરો તમિલનાડુની સુંદરતા, IRCTC આટલા રૂપિયામાં કરાવી રહ્યું છે ટૂર

તમિલનાડુ, ભારતનું એક ખૂબ જ સુંદર રાજ્ય, જ્યાં ફરવા માટેના સ્થળોની કોઈ કમી નથી. તમે અહીં આવીને તમામ પ્રકારની મજા મ

ઓગસ્ટમાં એક્સપ્લોર કરો તમિલનાડુની સુંદરતા, IRCTC આટલા રૂપિયામાં કરાવી રહ્યું છે ટૂર

તમિલનાડુ, ભારતનું એક ખૂબ જ સુંદર રાજ્ય, જ્યાં ફરવા માટેના સ્થળોની કોઈ કમી નથી. તમે અહીં આવીને તમામ પ્રકારની મજા માણી શકો છો, તમે પ્રકૃતિ પ્રેમી હોવ કે એડવેન્ચર લવર. તમિલનાડુમાં તમામ પ્રકારના વિકલ્પો ઉપલબ્ધ છે. જો તમે હજી સુધી આ જગ્યા એક્સપ્લોર નથી કરી, તો તમે ઓગસ્ટમાં પ્લાન બનાવી શકો છો. IRCTC બજેટમાં અહીંની મુસાફરી કરવાની તક લાવ્યું છે.

  • પેકેજનું નામ- Treasures of Tamilnadu
  • પેકેજ અવધિ- 5 રાત અને 6 દિવસ
  • મુસાફરી મોડ- ફ્લાઈટ
  • ગંતવ્ય- મદુરાઈ, રામેશ્વરમ, તંજાવુર, કુંભકોનમ

આ સુવિધાઓ મળશે

  • રહેવા માટે હોટેલ સુવિધા મળશે.
  • આ ટૂર પેકેજમાં બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા મળશે.
  • તમને મુસાફરી વીમાની સુવિધા પણ મળશે.

પ્રવાસ માટે આટલો ચાર્જ લેવામાં આવશે

  • તમે આ ટ્રિપ પર એકલા મુસાફરી કરો છો તો તમારે 39,850 રૂપિયા ચૂકવવા પડશે.
  • જ્યારે બે વ્યક્તિએ 30,500 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.
  • ત્રણ વ્યક્તિઓએ 29,250 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.
  • બાળકો માટે અલગથી ચાર્જ લેવમાં આવશે. બેડ સાથે (5-11 વર્ષ) 26,800 રૂપિયા અને બેડ વિના 22,600 રૂપિયા ચૂકવવા પડશે.

IRCTCએ ટ્વીટ કરીને માહિતી આપી

IRCTCએ ટ્વીટ કરીને આ ટૂર પેકેજ વિશે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે તમિલનાડુના સુંદર નજારા જોવા માંગતા હોવ તો તમે IRCTCના આ શાનદાર ટૂર પેકેજનો લાભ લઈ શકો છો.

આ રીતે બુક કરો ટૂર પેકેજ

તમે આ ટૂર પેકેજ માટે IRCTCની સત્તાવાર વેબસાઈટ દ્વારા બુક કરી શકો છો. આ ઉપરાંત, IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર, ઝોનલ ઓફિસો અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા પણ બુકિંગ કરી શકાય છે. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે IRCTC સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

આ સમાચાર શેર કરો