IRCTC લાવ્યું દક્ષિણ ભારતની મુસાફરી કરવાની તક, માત્ર આટલા રૂપિયામાં બુક કરો ટૂર પેકેજ
IRCTC મુસાફરો માટે સ્થાનિક અને વિદેશી ટૂર પેકેજ ઓફર કરતી રહે છે. આ ટૂર પેકેજો દ્વારા પ્રવાસીઓ સસ્તામાં અને સગવડતા સાથે ધાર્મિ

IRCTC મુસાફરો માટે સ્થાનિક અને વિદેશી ટૂર પેકેજ ઓફર કરતી રહે છે. આ ટૂર પેકેજો દ્વારા પ્રવાસીઓ સસ્તામાં અને સગવડતા સાથે ધાર્મિક અને પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા રહે છે. IRCTC ટુર પેકેજની વિશેષતા એ છે કે પ્રવાસીઓ માટે રહેવાની અને ભોજનની સુવિધા મફતમાં હોય છે. ઘણા ટૂર પેકેજમાં મુસાફરોને ટ્રાવેલ ઈન્શ્યોરન્સની સુવિધા પણ આપવામાં આવે છે. ઉપરાંત, મુસાફરો માટે સ્થાનિક મુસાફરી કરવા માટે કેબ અથવા બસની સુવિધા પણ આપવામાં આવે છે. હવે IRCTCએ પ્રવાસીઓ માટે દક્ષિણ ભારતનો પ્રવાસ શરૂ કર્યો છે. આ ટૂર પેકેજ 11 દિવસનું છે અને આમાં પ્રવાસીઓ ગુજરાતથી દક્ષિણ ભારતમાં સસ્તામાં મુસાફરી કરશે. ચાલો જાણીએ આ ટૂર પેકેજ વિશે.
IRCTCનું દક્ષિણ દર્શન ટૂર પેકેજ 10 રાત અને 11 દિવસનું છે. આ ટૂર પેકેજ 'દેખો અપના દેશ' અંતર્ગત રજૂ કરવામાં આવ્યું છે. આ ટૂર પેકેજની શરૂઆતી કિંમત 19,930 રૂપિયા રાખવામાં આવી છે. આ ટૂર પેકેજ રાજકોટથી શરૂ થશે. IRCTCનું આ ટૂર પેકેજ 17 ઓક્ટોબરથી શરૂ થશે. ટૂર પેકેજમાં પ્રવાસીઓ માટે રહેવાની અને ભોજનની સુવિધા બિલકુલ ફ્રી હશે. આ ટૂર પેકેજમાં પ્રવાસીઓ રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી, પદ્મનાભસ્વામી અને તિરુપતિ વગેરે સ્થળોની મુલાકાત લેશે.
IRCTCના આ ટૂર પેકેજનું ભાડું
ટૂર પેકેજમાં પ્રવાસીઓ ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનમાં મુસાફરી કરશે. IRCTCના આ ટૂર પેકેજમાં પ્રવાસીઓ ઈકોનોમી ક્લાસ અને કમ્ફર્ટ ક્લાસમાં મુસાફરી કરશે. પ્રવાસીઓને નાસ્તો, લંચ અને ડિનર ફ્રીમાં મળશે. જો તમે આ ટૂર પેકેજના ઈકોનોમી ક્લાસમાં એકલા મુસાફરી કરો છો, તો તમારે 19,930 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. જો તમે કમ્ફર્ટ ક્લાસમાં (3 એસી) મુસાફરી કરો છો, તો તમારે 35,930 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. જો તમે કમ્ફર્ટ 2 એસીમાં મુસાફરી કરો છો તો તમારે 43,865 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. પ્રવાસીઓ IRCTCની સત્તાવાર વેબસાઈટ દ્વારા આ ટૂર પેકેજ બુક કરી શકે છે.






