એશિયાનું સૌથી સ્વચ્છ ગામ અને સુંદર ધોધ જોવા માંગતા હોવ, તો બુક કરી લો IRCTCનું આ ટૂર પેકેજ
મેઘાલય નોર્થ ઈસ્ટમાં ખૂબ જ સુંદર સ્થળ છે. જ્યાં ફેલાયેલી પ્રાકૃતિક સુંદરતા તમને મંત્રમુ

મેઘાલય નોર્થ ઈસ્ટમાં ખૂબ જ સુંદર સ્થળ છે. જ્યાં ફેલાયેલી પ્રાકૃતિક સુંદરતા તમને મંત્રમુગ્ધ કરશે. અહીં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે તમારા પાર્ટનર સાથે, મિત્રો સાથે અથવા તો એકલા આવીને મજા માણી શકો છો. વૃક્ષોના મૂળથી બનેલા પુલ, ધોધનું વાદળી-લીલું પાણી અને એશિયાનું સૌથી સ્વચ્છ ગામ 'માવલીનોંગ' અહીં છે. જો તમે હજુ સુધી મેઘાલય એક્સપ્લોર નથી કર્યું, તો IRCTC તમારા માટે એક મોટી તક લઈને આવ્યું છે. તમે ખૂબ જ ઓછા બજેટમાં આ અદ્ભુત જગ્યાને કવર કરી શકો છો.
- પેકેજનું નામ- Essence of Meghalaya group package ex Guwahati
- પેકેજ અવધિ- 6 રાત અને 7 દિવસ
- કવર કરેલ ગંતવ્ય- ગુવાહાટી, શિલોંગ, ચેરાપુંજી, ડાઉકી, માવલીનોંગ
આ સુવિધાઓ મળશે
- રહેવા માટે હોટેલ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
- આ ટૂર પેકેજમાં બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા ઉપલબ્ધ હશે.
- આ ટૂર પેકેજમાં તમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સની સુવિધા પણ મળશે.
આટલો ચાર્જ લેવામાં આવશે
- આ ટ્રિપ પર એકલા મુસાફરી કરો છો તો તમારે 35,000 રૂપિયા ચૂકવવા પડશે.
- જ્યારે બે વ્યક્તિએ પ્રતિ વ્યક્તિ 27,850 રૂપિયા ચૂકવવા પડશે.
- ત્રણ વ્યક્તિઓએ 25,730 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.
- બાળકો માટે અલગથી ફી ભરવાની રહેશે. બેડ સાથે (5-11 વર્ષ) 21,490 રૂપિયા અને બેડ વિના 18,220 રૂપિયા ચૂકવવા પડશે.
IRCTCએ ટ્વીટ કરીને માહિતી આપી
IRCTCએ ટ્વીટ કરીને આ ટૂર પેકેજ વિશે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે મેઘાલયનો સુંદર નજારો જોવા માંગતા હોવ તો IRCTCના આ શાનદાર ટૂર પેકેજનો લાભ લઈ શકો છો.
આ રીતે બુક કરો ટૂર પેકેજ
તમે આ ટૂર પેકેજ IRCTCની સત્તાવાર વેબસાઈટ દ્વારા બુક કરી શકો છો. આ ઉપરાંત, બુકિંગ IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર, ઝોનલ ઓફિસો અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા પણ કરી શકાય છે. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTC સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.






