Beauty Tips : શિયાળામાં ત્વચાની ડ્રાયનેસ કરો દૂર, આ ઘરેલુ ઉપાયથી ચહેરા પર આવશે નિખાર
ઘણીવાર ત્વચા સૂકી, બેજાન અને ખેંચાયેલી લાગે છે. બજારમાં મળતી ઇન્સ્ટન્ટ ગ્લો ક્રીમો કામચલાઉ રાહત તો આપે છે, પરંતુ તે લાંબા ગ

ઘણીવાર ત્વચા સૂકી, બેજાન અને ખેંચાયેલી લાગે છે. બજારમાં મળતી ઇન્સ્ટન્ટ ગ્લો ક્રીમો કામચલાઉ રાહત તો આપે છે, પરંતુ તે લાંબા ગાળે ત્વચાને પોષણ આપી શકતી નથી. વાસ્તવમાં, શિયાળામાં ત્વચાને કેમિકલયુક્ત સ્ક્રબની નહીં, પણ ઊંડાણપૂર્વકના પોષણની જરૂર હોય છે.
આ બે વસ્તુઓ શા માટે ખાસ?
મધ એક કુદરતી 'હ્યુમેક્ટન્ટ' છે, જે વાતાવરણમાંથી ભેજ ખેંચીને તમારી ત્વચામાં લોક કરે છે. તે ત્વચાને હાઈડ્રેટ રાખવાની સાથે કુદરતી ચમક પણ આપે છે. મલાઈમાં હેલ્ધી ફેટ્સ, વિટામિન્સ અને લેક્ટિક એસિડ હોય છે. તે ડ્રાયનેસને જડમૂળથી દૂર કરી ત્વચાને અંદરથી મુલાયમ બનાવે છે અને ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે.
કેવી રીતે કરશો ઉપયોગ?
આ ફેસ પેક બનાવવો અને લગાવવો અત્યંત સરળ છે. એક નાની વાટકીમાં 1 ચમચી શુદ્ધ મધ અને 1 ચમચી તાજી મલાઈ લો. બંનેને બરાબર મિક્સ કરી ચહેરા અને ગરદન પર હળવા હાથે લગાવો. આ મિશ્રણને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો જેથી ત્વચા તેને શોષી લે. છેલ્લે હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. નિયમિત રીતે આ ઉપાય કરવાથી તમારી ત્વચા શિયાળામાં પણ સૂકી નહીં પડે અને મલાઈ જેવી નરમ અને તેજસ્વી બની રહેશે.





