મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Diwali 2024 / તહેવારોમાં મીઠાઈઓ ખાધા પછી પણ નહીં વધે વજન, બસ રોજ કરો આ કામ

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. હિન્દુ ધર્મના લોકો માટે આ તહેવાર સૌથી મોટો માનવામાં આવે છે. આવી

Diwali 2024 / તહેવારોમાં મીઠાઈઓ ખાધા પછી પણ નહીં વધે વજન, બસ રોજ કરો આ કામ

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. હિન્દુ ધર્મના લોકો માટે આ તહેવાર સૌથી મોટો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ તહેવારની તૈયારીઓ ઘણા દિવસોથી ચાલી રહી છે. આ તહેવાર ખાસ કરીને અલગ-અલગ પ્રકારના નાસ્તા અને મીઠાઈઓ માટે જાણીતો છે. હવે સ્વાભાવિક છે કે જો ઘરે મીઠાઈઓ બનાવવામાં આવે તો લોકો તેને ઉત્સાહથી ખાશે. લોકો તહેવારોમાં ઘણી બધી મીઠાઈઓ ખાય છે, તે સ્વાદ તો આપે છે પરંતુ સાથે જ વધુ પડતી મીઠાઈ ખાવાથી વજન પણ ખૂબ ઝડપથી વધે છે.

આવી સ્થિતિમાં અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ. જો તમે ઘણી બધી મીઠાઈઓ ખાવા માંગો છો અને તમારું વજન પણ નિયંત્રણમાં રાખવા માંગો છો, તો તમારે આ તહેવારોની સિઝનમાં આ ટિપ્સ ફોલો કરવી જોઈએ. આનાથી તમારું મન અને પેટ તો ભરાશે જ પરંતુ તમારું સ્વાસ્થ્ય અને ફિટનેસ પણ જળવાઈ રહેશે. તો ચાલો જાણીએ કે આ તહેવારોની સિઝનમાં પોતાને કેવી રીતે ફિટ રાખી શકાય?

આ ટિપ્સ વડે તમારી જાતને ફિટ રાખો

પુષ્કળ પાણી પીવો

જો તમે તમારી જાતને સ્વસ્થ અને ફિટ રાખવા માંગતા હોવ તો પુષ્કળ પાણી પીઓ. આખા દિવસમાં ઓછામાં ઓછું 7થી 8 ગ્લાસ પાણી પીવો. આમ કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને તમારું શરીર હંમેશા હાઇડ્રેટેડ રહેશે.

દરરોજ અડધો કલાક વોક કરો

જો તમે ઘણી બધી મીઠાઈઓ ખાઓ છો, તો ધ્યાનમાં રાખો કે તમારા શરીરમાં કેલરી એકઠી થઈ રહી છે, તેથી તેને ઘટાડવા માટે, દરરોજ અડધી કલાક વોક કરો. આમ કરવાથી તમે ન માત્ર ફિટ રહેશો પરંતુ તમને માનસિક શાંતિ પણ મળશે.

ફાઈબરયુક્ત ખોરાકનું સેવન કરો

તહેવારોની સિઝનમાં તમારે મીઠાઈઓ ખાવ છો, તો સાથે તમારા ડાયટનું પણ ધ્યાન રાખવું. તમારા ડાયટમાં ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. ફાઈબરયુક્ત ખોરાક લેવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.

કસરત કરો

જો તમે વોક ન કરતાં હોવ તો ચોક્કસપણે જીમમાં જાઓ. જો તમે સતત મીઠાઈઓ અથવા ઘરે બનાવેલી વાનગીઓ ખાતા રહો છો, તો તમારું વજન વધી શકે છે, તેથી તેને નિયંત્રણમાં રાખવા માટે, તમારે જીમમાં કસરત કરવી જોઈએ.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો