આકરા તડકાએ છીનવી લીધી છે તમારા ચહેરાની ચમક? તો ડાર્ક ચોકલેટના ફેસ માસ્ક વડે મેળવો ગ્લોઈંગ સ્કિન
ઉનાળો શરૂ થઈ ગયો છે. આકરી ગરમી અને આકરો તડકો આપણા સ્વાસ્થ્ય અને ત્વચા બંનેને અસર કરે છે. સૂર્યપ્રકાશ, ધૂળ અને માટી

ઉનાળો શરૂ થઈ ગયો છે. આકરી ગરમી અને આકરો તડકો આપણા સ્વાસ્થ્ય અને ત્વચા બંનેને અસર કરે છે. સૂર્યપ્રકાશ, ધૂળ અને માટી આપણી ત્વચાને ઘણી અસર કરે છે, જેના કારણે ત્વચા ડ્રાય, ડલ અને નિર્જીવ બની જાય છે. આવી સ્થિતિમાં જો આ ઋતુમાં ત્વચાની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો તેનાથી સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે.
જો તમે પણ ઉનાળામાં તમારી ત્વચાને ચમકદાર અને સુંદર બનાવવા માંગો છો, તો તમે આ ઘરે બનાવેલા ફેસ પેકની મદદથી ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. ચાલો જાણીએ ચોકલેટમાંથી બનેલા કેટલાક ફેસ માસ્ક વિશે, જે તમને અદ્ભુત ચમક અને સુંદરતા આપશે.
ડાર્ક ચોકલેટ, મધ અને તજનો ફેસ માસ્ક
બે ચમચી મેલ્ટેડ ડાર્ક ચોકલેટમાં બે ચપટી તજ પાવડર અને અડધી ચમચી મધ મેળવી સારી રીતે મિક્સ કરી આ ફેસ પેકને ચહેરા પર લગાવો અને અડધા કલાક પછી હૂંફાળા પાણીથી ધોઈ લો.
ડાર્ક ચોકલેટ અને કેળા ફેસનો માસ્ક
એક પાકેલા કેળાને સારી રીતે મેશ કરો અને તેમાં એક ચમચી ડાર્ક ચોકલેટ ઉમેરીને મિક્સ કરો. એકવાર મિક્સ થઈ જાય પછી તેને ચહેરા પર લગાવો અને અડધા કલાક પછી હૂંફાળા પાણીથી ધોઈ લો.
ડાર્ક ચોકલેટ અને બ્રાઉન શુગરનો ફેસ માસ્ક
બે ચમચી ડાર્ક ચોકલેટમાં એક ચમચી બ્રાઉન શુગર સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો અને દસ મિનિટ પછી હાથ વડે મસાજ કરો. થોડીવાર પછી નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો.
ડાર્ક ચોકલેટ અને કોફીનો ફેસ માસ્ક
બે ચમચી ડાર્ક ચોકલેટમાં બે ચમચી કોફીને સારી રીતે મિક્સ કરીને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને સુકાઈ જાય પછી તેને નવશેકા પાણીથી ધોઈ લો.
ડાર્ક ચોકલેટ અને કોકોનટ મિલ્કનો ફેસ માસ્ક
બે ચમચી ડાર્ક ચોકલેટમાં એક ચમચી નારિયેળનું દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને થોડીવાર મસાજ કરો અને પછી તેને સુકાવા માટે છોડી દો. તે સુકાઈ જાય પછી તેને હૂંફાળા પાણીથી સાફ કરો.
ડાર્ક ચોકલેટ અને ઓટમીલનો ફેસ માસ્ક
બે ચમચી ડાર્ક ચોકલેટ અને એક ચમચી ઓટમીલ સારી રીતે મિક્સ કરો અને તેને તમારા ચહેરા પર લગાવો અને પાંચ મિનિટ માટે રહેવા દો. બાદમાં હાથ વડે સ્ક્રબ કરો અને થોડી વાર સુકાવા દો. સુકાઈ જાય એટલે હુંફાળા પાણીથી ધોઈ લો.
ડાર્ક ચોકલેટ અને એલોવેરા જેલનો ફેસ માસ્ક
ડાર્ક ચોકલેટ અને એલોવેરા જેલને સમાન માત્રામાં મિક્સ કરો અને પછી તેને તમારા ચહેરા પર લગાવો અને તે સુકાઈ જાય પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો.








