મહિનાઓ સુધી એકદમ તાજા રહેશે મીઠા લીમડાના પાન, આ રીતે કરો સ્ટોર
મીઠા લીમડાનો ઉપયોગ ઘણી બધી વાનગીઓ બનાવવામાં થાય છે. પરંતુ જરૂરી નથી કે દરેકના ઘરમાં મીઠા લીમડાનો છોડ

મીઠા લીમડાનો ઉપયોગ ઘણી બધી વાનગીઓ બનાવવામાં થાય છે. પરંતુ જરૂરી નથી કે દરેકના ઘરમાં મીઠા લીમડાનો છોડ હોય. આવી સ્થિતિમાં, ઘણા લોકો બજારમાંથી અથવા કોઈના ઘરેથી મીઠો લીમડો લાવે છે અને તેને સ્ટોરી કરે છે જેથી તેનો ઉપયોગ થોડા દિવસો સુધી ખાવામાં થઈ શકે. જોકે, ઘણા લોકોની એવી પણ ફરિયાદ હોય છે કે મીઠો લીમડો ગમે તેટલા સારી રીતે સ્ટોર કર્યો હોય તો પણ તે ખૂબ જ ઝડપથી બગડી જાય છે. અમે આજે તમને મીઠો લીમડો સ્ટોર કરવાની એવી રીત બતાવવા જઇ રહ્યા છીએ જેનાથી મહિનાઓ સુધી મીઠો લીમડો ફ્રીઝમાં એકદમ ફ્રેશ રહેશે. તમે તેને લાંબા સમય પછી પણ યૂઝ કરશો તો સુગંધ અને ટેસ્ટ એકદમ સરસ આવશે.
ઝિપ લોક બેગમાં રાખો મીઠો લીમડો
તમે ઝિપ લોક બેગમાં મીઠો લીમડો સ્ટોર કરી શકો છો. પરંતુ જો તમે યોગ્ય પદ્ધતિ અપનાવશો તો જ તમે એક મહિના સુધી તેના તાજા પાંદડાનો સ્વાદ ચાખી શકશો. ઝિપ લોક બેગમાં મીઠો લીમડો સ્ટોરી કરતા પહેલા, તમારે તેને 10 મિનિટ સુધી સાફ પાણીથી ધોવા પડશે. આ પાંદડામાંથી ધૂળ અને ગંદકી દૂર કરે છે. આ પછી, એક સુતરાઉ કપડામાં મીઠા લીમડાના પાન મૂકો અને તેનું પાણી સારી રીતે નીકળી જવા દો. આ પછી, મીઠા લીમડાને ઝિપ લોક બેગમાં રાખો અને તેની સાથે એક કાગળનો ટુવાલ રાખો. હવે ઝિપ લોક બેગ બંધ કરો. ધ્યાનમાં રાખો કે, જ્યારે તમે ઝિપ લોક બેગ બંધ કરો છો, ત્યારે તેમાંથી બધી હવા કાઢી લો. જો કોથળીની અંદર હવા રહેશે તો મીઠો લીમડો બગડી જશે. આ પછી તમે આ બેગને ફ્રીઝરની અંદર રાખી શકો છો. પરંતુ 4-5 દિવસમાં એકવાર, આ બેગને બહાર કાઢો અને અંદર રાખેલા કાગળના ટુવાલને બદલો. આ રીતે તમારા મીઠા લીમડાના પાન એક મહિના સુધી તાજા રહેશે.
મીઠા લીમડાના પાનને એર ટાઈટ કન્ટેનરમાં રાખો
મીઠા લીમડાને તાજો રાખવા માટે તમે તેને એર ટાઇટ પ્લાસ્ટિકના કન્ટેનરમાં પણ રાખી શકો છો. આ માટે, તમારે મીઠા લીમડાને પાણીથી સાફ કરવું પડશે અને તેને સૂકવવું પડશે અને તેને કાગળના ટુવાલમાં વીટી લો પછી તમે તેને પ્લાસ્ટિકના બોક્સમાં રાખી શકો છો. પછી તેને બંધ કરીને રેફ્રિજરેટરની અંદર રાખો. 4-5 દિવસની અંદર, કાગળના ટુવાલને બદલો જેની અંદર તમે મીઠો લીમડો રાખ્યો હતો. આ રીતે મીઠા લીમડાના પાન 15-20 દિવસ સુધી તાજા રહેશે.
કાચની બોટલમાં રાખો
તમે મીઠો લીમડો સ્ટોર કરવા માટે કાચની બોટલનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે મીઠા લીમડાને સાફ પાણીથી ધોઈને પંખાની હવામાં સૂકવવા પડશે. પછી જ્યારે પાંદડા સંપૂર્ણપણે સુકાઈ જાય, ત્યારે તેને કાચની બોટલમાં આરામથી ભરો. કાચની બોટલના મોં પર કપડું બાંધો અને બોટલને ઢાંકણથી બંધ કરો.






