મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / સાંજની ચા સાથે કઈંક મસાલેદાર ખાવું છે, તો ઝટપટ બનાવી લો ટેસ્ટી આલૂ ટિક્કી

જો તમે સાંજના નાસ્તામાં ચા સાથે સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ડીશ ખાવા માંગતા હોવ, તો તમે આલૂ ટિક્કીની રેસીપી અજમાવી શક

Recipe / સાંજની ચા સાથે કઈંક મસાલેદાર ખાવું છે, તો ઝટપટ બનાવી લો ટેસ્ટી આલૂ ટિક્કી

જો તમે સાંજના નાસ્તામાં ચા સાથે સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ડીશ ખાવા માંગતા હોવ, તો તમે આલૂ ટિક્કીની રેસીપી અજમાવી શકો છો. તમે ઘણી વખત બજારમાંથી લાવીને આલૂ ટિક્કી ખાધી હશે. પરંતુ શું તમે તેને ઘરે બનાવવાનો પ્રયાસ કર્યો છે? જો નહીં તો આજે અમે તમને આલૂ ટિક્કી બનાવવાની સરળ રીત જણાવીશું. જેને ટ્રાય કર્યા બાદ તમે બજારની આલૂ ટિક્કીનો સ્વાદ ભૂલી જશો.

સામગ્રી

  • 4 બાફેલા બટાકા
  • 2 ચમચી મકાઈનો લોટ
  • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
  • 2 લીલા મરચા
  • 2-3 ચમચી કોથમરી
  • 1/2 ચમચી જીરું પાવડર
  • 1/2 ચમચી ચાટ મસાલો
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું
  • 2 ચમચી ફુદીનો
  • 1/2 ચમચી આમચૂર પાવડર
  • તળવા માટે તેલ
  • સ્વાદ મુજબ મીઠું

બનાવવાની રીત

  • આલૂ ટિક્કી બનાવવા માટે સૌપ્રથમ બાફેલા બટેટાની છાલ ઉતારીને તેને છીણી લો.
  • હવે તેમાં બારીક સમારેલી કોથમીર, આદુ-લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું પાવડર, બારીક સમારેલા લીલા મરચાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  • હવે આ મિશ્રણમાં જીરું પાવડર, આમચૂર પાવડર, ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને મિક્સ કરો.
  • હવે તેમાં ફુદીનો અને 2 ચમચી મકાઈનો લોટ ઉમેરીને બટાકાની સાથે બરાબર મિક્સ કરો.
  • જો તમારી પાસે મકાઈનો લોટ નથી, તો તમે તેમાં ચોખાનો લોટ અથવા પોહાનો પાવડર પણ ઉમેરી શકો છો.
  • હવે આ મિશ્રણને હાથ વડે સારી રીતે મેશ કરો અને નરમ કરો.
  • તમારા હાથ પર તેલ લગાવો અને બટેટાના મિશ્રણને હળવા હાથે દબાવીને ટિક્કી તૈયાર કરો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ટિક્કીને ડીપ ફ્રાય કરો.
  • જ્યારે આલૂ ટિક્કીનો રંગ સોનેરી થાય અને ટિક્કી ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લો.
  • તૈયાર છે તમારી ટેસ્ટી આલૂ ટિક્કી.
  • તમે તેને ચા અને ચટણી અથવા ટોમેટો સોસ સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.

આ સમાચાર શેર કરો