મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ચેલેન્જે છીનવી જીંદગી! તીખી વેફર ખાવાથી થયું 10મા ધોરણના વિદ્યાર્થીનું મૃત્યુ, ડોક્ટરે જણાવ્યું તેનું કારણ

સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં કહેવાય છે કે વેફર ખાવાથી 10મા ધોરણના એક વિદ્યાર્થીનું

ચેલેન્જે છીનવી જીંદગી! તીખી વેફર ખાવાથી થયું 10મા ધોરણના વિદ્યાર્થીનું મૃત્યુ, ડોક્ટરે જણાવ્યું તેનું કારણ

સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં કહેવાય છે કે વેફર ખાવાથી 10મા ધોરણના એક વિદ્યાર્થીનું મોત થયું છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં રહેતા હેરિસ વોલોબા નામના 14 વર્ષના છોકરાએ એક તીખી વેફર ખાવાની ચેલેન્જમાં ભાગ લીધો હતો. જેમાં વધારે તીખી વેફર ખાવાથી તેનું મૃત્યુ થયું હતું. 

તીખી વેફર ખાવાની ચેલેન્જ પડી ભારે 

રિપોર્ટ અનુસાર, હેરિસનું મૃત્યુ 1 સપ્ટેમ્બર, 2023ના રોજ થયું હતું. એક ચિપ્સ મેન્યુફેક્ચરિંગ કંપનીએ તીખી વેફર ખાવાની ચેલેન્જ શરૂ કરી હતી, જેમાં હેરિસે ભાગ લીધો હતો અને વધારે તીખી વેફર ખાવાથી તેનું મૃત્યુ થયું હતું. તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અમુક માહિતી સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે એક તો વેફર વધારે પડતી તીખી હતી અને બીજું આ છોકરો જન્મથી જ હૃદયરોગથી પીડાતો હતો. આ બે કારણોસર તેનું મૃત્યુ થયું હતું. 

કેપ્સાસીનની વધુ માત્રાથી થયું મૃત્યુ 

આ મામલામાં મેડિકલ એક્ઝામિનરનું કહેવું છે કે, 'ઓટોપ્સીમાં જાણવા મળ્યું કે હેરિસનું મૃત્યુ કાર્ડિયોપલ્મોનરી અરેસ્ટને કારણે થયું હતું. કેપ્સાસીનની વધુ માત્રા ધરાવતા ખાદ્ય પદાર્થના સેવનને કારણે તેના શરીરમાં ગરમી વધી ગઈ હતી. જેના કારણે તેને  કાર્ડિયોપલ્મોનરી અરેસ્ટ થયું હતું.'

કેપ્સાસીન મરચાને મસાલેદાર બનાવે છે. જે શરીરમાં લોહીના પ્રવાહને અસર કરે છે. જેથી હૃદયના ધબકારા ઝડપી બને છે. કાર્ડિયોલોજિસ્ટ અનુસાર કેપ્સાસીનની મોટી માત્રા હૃદયના દબાણમાં વધારો કરી શકે છે, જેના કારણે ધમની પર પણ દબાણ વધે છે અને હુમલો આવી શકે છે. આ ઘટના બાદ હવે હૃદય સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકો પણ મસાલેદાર ચિપ્સ ખાવા અંગે ચિંતિત છે.

આ સમાચાર શેર કરો