મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

કામના સમાચાર : હેલ્થ ઈન્શ્યોરન્સના નિયમોમાં મોટો ફેરફાર, હવે કેન્સર-એઈડ્સના દર્દીઓને પણ મળશે લાભ

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરોટી ઓફ ઈન્ડિયા(IRDAI)એ આરોગ્ય વીમો ખરીદવા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે

કામના સમાચાર : હેલ્થ ઈન્શ્યોરન્સના નિયમોમાં મોટો ફેરફાર, હવે કેન્સર-એઈડ્સના દર્દીઓને પણ મળશે લાભ

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરોટી ઓફ ઈન્ડિયા(IRDAI)એ આરોગ્ય વીમો ખરીદવા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. સ્વાસ્થ્ય વીમો ખરીદવા માટેની વય મર્યાદા દૂર કરી દીધી છે. નોંધનીય છે કે, અગાઉ  મહત્તમ વય મર્યાદા 65 વર્ષ નક્કી કરવામાં આવી હતી. 

પીટીઆઈના અહેવાલ મુજબ, આઈઆરડીએઆઈએ આરોગ્ય વીમો ખરીદવા પરની મહત્તમ વય મર્યાદાને દૂર કરવામાં આવી છે. આ નિયમ 1 એપ્રિલ, 2024થી સ્વાસ્થ્ય વીમા પોલિસી માટે લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈપણ વયની વ્યક્તિ નવી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદી શકે છે.

કેન્સર-એઈડ્સના પીડિત દર્દીઓ પણ પોલિસી લઈ શકશે

IRDAIએ વીમા કંપનીઓને અગાઉ કોઈ પણ પ્રકાની બિમારી હોઈ તેમને પણ આરોગ્ય વીમા પોલિસી આપવાનો આદેશ આપ્યો છે. જેમાં કેન્સર, હ્દય અને એઈડ્સ જેવી ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓને પોલિસી આપવાનો ઈન્કાર કરી શકશે નહીં. 

લોકઈન સમયમાં પણ કરાયો ઘટાડો

ઉપરાંત  સ્વાસ્થ્ય વીમાની રાહ જોવાની અવધિ એટલે કે લોકઈનનો સમય 48 મહિનાને બદલે 36 મહિના કરી દેવામાં આવ્યો છે. 

આ સમાચાર શેર કરો