આ સરળ Recipe સાથે મિનિટોમાં બનાવો બ્રેડ પિઝા પોકેટ્સ, એકવાર ચાખીને વારંવાર માંગશે બાળકો
મોટાભાગના ઘરમાં એવી સમસ્યા હોય છે કે ડિનરમાં એવું શું બનાવવું જે ઘરના દરેક સભ્યને ભાવે અને ખાસ કરીને બાળકોને પણ પ

મોટાભાગના ઘરમાં એવી સમસ્યા હોય છે કે ડિનરમાં એવું શું બનાવવું જે ઘરના દરેક સભ્યને ભાવે અને ખાસ કરીને બાળકોને પણ પસંદ આવે, કારણ કે બાળકો જમવામાં ખૂબ જ નખરા કરતા હોય છે. તેઓ રોજ રોજ કઈંક નવું ખાવા ઈચ્છે છે, આવી સ્થિતિમાં આજે એક ખાસ રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંજના નાસ્તા અથવા ડિનર માટે ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય છે. આ બ્રેડ પિઝા પોકેટ્સની રેસીપી છે. બાળકો આ વાનગી ચાખીને ખુશ થઈ જશે.
સામગ્રી
- બ્રેડની સ્લાઈસ - 6
- કેપ્સીકમ - 1 નંગ
- ડુંગળી - 1 નંગ
- ગાજર - 1 નંગ
- ચીઝ ક્યુબ્સ - 2
- મીઠું - સ્વાદ મુજબ
- મકાઈના દાણા - 3 ચમચી
- પિઝા સોસ - 3 ચમચી
- અજમો - 1/2 ચમચી
- લસણ - 4 કળી
- ચિલી ફ્લેક્સ - 1 ચમચી
- ઓરેગાનો - 1 ચમચી
- તેલ - 4 ચમચી
બનાવવાની રીત
- બ્રેડ પિઝા પોકેટ્સ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો.
- આ પછી તેમાં બારીક સમારેલ લસણ અને ડુંગળી ઉમેરીને એક મિનિટ માટે સાંતળો.
- પછી તેમાં બારીક સમારેલા ગાજર, કેપ્સીકમ અને મકાઈના દાણા નાખીને લગભગ 2-3 મિનિટ સુધી સાંતળો.
- હવે તેમાં મીઠું, ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ નાખીને એક મિનિટ માટે સાંતળી લો.
- આ પછી તેમાં પીઝા સોસ અને છીણેલું ચીઝ ઉમેરો.
- ત્યાર બાદ તેને લગભગ એક મિનિટ માટે શેકી લો અને ગેસ બંધ કરી દો.
- આ પછી, બ્રેડની સ્લાઈસ લો અને કિનારી કાપી લો.
- પછી રોલિંગ પિનની મદદથી બ્રેડને ચપટી કરો.
- આ પછી, તેમાં 1-2 ટેબલસ્પૂન ફિલિંગ ભરો અને તેને સ્પ્રેડ કરો.
- પછી બ્રેડની કિનારી પર પાણી લગાવો અને તેને ફોલ્ડ કરો.
- આ પછી, બ્રેડની કિનારીઓને સીલ કરો.
- હવે એક નોન-સ્ટીક પેનમાં 3 ચમચી તેલ નાખીને ગરમ કરો.
- આ પછી, આ પેન પર બધા તૈયાર કરે બ્રેડ પોકેટ્સ મૂકો અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
- તમારા સ્વાદિષ્ટ બ્રેડ પિઝા પોકેટ્સ તૈયાર છે. તમારી મનપસંદ ચટણી અથવા ટોમેટો સોસ સાથે તેનો આનંદ માણો.




