શું તમે ડાયાબિટિસના ટેસ્ટ માટે પોતાની આંગળી ખોટી રીતે દબાવી રહ્યાં છો? ડૉક્ટરે જણાવી રીત
ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગરની તપાસ કરવી રોજિંદી દિનચર્યાનો એક ભાગ છે પરંતુ શું તમે તેને જરૂર કર

ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગરની તપાસ કરવી રોજિંદી દિનચર્યાનો એક ભાગ છે પરંતુ શું તમે તેને જરૂર કરતાં વધુ પીડાદાયક બનાવી રહ્યાં છો? સીનિયર ડાયાબિટીસ ડૉક્ટર અને ટોચના એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. રોશની સંઘાણીના મતે, ઘણા લોકો એક મોટી ભૂલ કરે છે - તેઓ ખોટી જગ્યાએ આંગળીઓ દબાવે છે.ડૉ. સંઘાણીએ કહ્યું કે, "આપણી આંગળીઓ અતિ સંવેદનશીલ હોય છે; તે આપણને દુનિયાને અનુભવવામાં અને તેની સાથે વાતચીત કરવામાં મદદ કરે છે," ડૉ. સંઘાણી સમજાવે છે. "તમારી આંગળીના ટેરવે સોય ચોંટાડવી એ ફક્ત પીડાદાયક નથી - તે બિનજરૂરી છે."
તમારી હથેળીઓને એક સાથે 'નમસ્તે"ના હાવભાવમાં લાવો. જેનાથી તમારી આંગળીઓની ધાર દેખાય છે અને આ તે જગ્યા છે જ્યાં તમારે આંગળીઓને દબાવતા સમયે ધ્યાન આપવું જોઇએ, તેનાથી તમને વધારે દુખાવો નહીં થાય. આ એક નાનો ફેરફાર છે પરંતુ તેનાથી ઘણો મોટો ફરક પડે છે.
જો તમારે વધારે વિકલ્પો જોઇતા હોય તો યોગ મુદ્રાઓ અજમાવો- તે હાથની મુદ્રાઓ કુદરતી રીતે તમારી આંગળીઓની બાજુઓને પણ ખુલ્લી પાડે છે. પાંચ આંગળીઓ અને બે બાજુઓ સાથે, તમારી પાસે પસંદગી માટે 10 સ્થાનો છે જેથી તમે વારંવાર એક જ સ્થાનનો ઉપયોગ કરી રહ્યાં નથી.
આ નાનો ફેરફાર બ્લડ સુગર ટેસ્ટિંગને વધુ આરામદાયક બનાવવામાં ઘણો મદદ કરી શકે છે.ડૉ. સંઘાણી કહે છે, "ટેસ્ટિંગને એક કામની જેમ ના અનુભવવું જોઇએ. જો તેનાથી દુખાવો ઓછો થાય છે તો તમે તે નિયમિતપણે કરાવશો અને આ ડાયાબિટીસને નિયંત્રણમાં લાવવાની ચાવી છે."
જે લોકોને હજુ પણ આંગળીમાં દુખાવાની સમસ્યા રહે છે અથવા તેને સંપૂર્ણપણે ટાળવા માંગે છે તેમના માટે બીજો વિકલ્પ પણ છે. સતત ગ્લુકોઝ મોનિટર (CGM). આ ડિવાઇસ તમારી ત્વચા પર ચોંટી જાય છે અને તમારા બ્લડ સુગર લેવલને 24/7 ટ્રેક કરે છે. ડૉ. સંઘાણી કહે છે, "CGM તમને ખોરાક, તણાવ અને પ્રવૃત્તિ પ્રત્યે તમારું શરીર કેવી પ્રતિક્રિયા આપી રહ્યું છે તેની વિગતવાર જાણકારી આપે છે."જોકે, તે મોંઘા હોઇ શકે છે પરંતુ તે લોકો માટે અવિશ્વસનીય રીતે મદદરૂપ છે જે વારંવાર આંગળીમાં દુખાવા વગર પોતાના ગ્લુકોઝ સ્તર પર નજર રાખવા માંગે છે.
ડૉ. સંઘાણી આ વાત પર ભાર મુકે છે કે નિયમિત તપાસ પછી ગ્લુકોમીટરથી હોય કે CGMથી બન્ને જરૂરી છે. તમારા બ્લડ સુગર લેવલ તમને તમારા શરીરના રોજિંદા જીવન વિશે ઘણું બધું કહે છે. તમે જેટલું વધુ જાણો છો, તેટલું જ તમે તમારા સ્વાસ્થ્યનું સારી રીતે સંચાલન કરી શકો છો. આગલી વખતે જ્યારે તમે ડાયાબિટીસના ટેસ્ટ દરમિયાન આંગળી દબાવવાના હોય ત્યારે આ ટિપ્સ અજમાવી જુઓ. તમારી આંગળીઓના કિનારીનો ઉપયોગ કરો અથવા જો તમને યોગ્ય લાગે તો CGMનો વિચાર કરો. ટેસ્ટિંગ પીડાદાયક કે ડરામણું ન હોવું જોઇએ. તમારી રીતમાં થોડા ફેરફાર કરીને તમે તમારી દિનચર્યાનો ભાગ બનાવી શકો છો. સૌથી સારી વાત તે તમારા સ્વાસ્થ્યને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.








