મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

સપ્ટેમ્બરમાં આવી રહ્યો છે લોંગ વીકએન્ડ, જાણો આ સમયે મુલાકાત લેવા માટેના બેસ્ટ સ્થળો

પ્રવાસ માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ સારો માનવામાં આવે છે. વરસાદ પછી ચારે બાજુ હરિયાળી અને વાતાવરણમાં ઠંડક પ્રવાસની મ

સપ્ટેમ્બરમાં આવી રહ્યો છે લોંગ વીકએન્ડ, જાણો આ સમયે મુલાકાત લેવા માટેના બેસ્ટ સ્થળો

પ્રવાસ માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ સારો માનવામાં આવે છે. વરસાદ પછી ચારે બાજુ હરિયાળી અને વાતાવરણમાં ઠંડક પ્રવાસની મજા બમણી કરી દે છે. સપ્ટેમ્બરમાં લોંગ વીકએન્ડ પણ આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તમે ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો. 14 સપ્ટેમ્બરે શનિવાર, 15 સપ્ટેમ્બરે રવિવાર અને 16 સપ્ટેમ્બરે સોમવારના રોજ ઈદ ઉલ મિલાદની રજા છે. આ ત્રણ દિવસ સરકારી ઓફિસ બંધ રહેશે. આવી સ્થિતિમાં, તમે આ લોંગ વીકએન્ડ દરમિયાન ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો. જાણો સપ્ટેમ્બરમાં ફરવા માટેના બેસ્ટ સ્થળો કયા છે?

બુંદી, રાજસ્થાન

એવા સ્થળો જ્યાં ઉનાળામાં મુસાફરી કરવી મુશ્કેલ બની જાય છે તે સપ્ટેમ્બર મહિનામાં એક્સપ્લોર કરી શકાય છે. તમે સપ્ટેમ્બરમાં રાજસ્થાનના બુંદી શહેરની મુલાકાત લઈ શકો છો. બુંદીમાં રાજસ્થાનના રાજવીઓની ઝલક જોવા મળશે. અહીં ઘણા કિલ્લા, હવેલીઓ અને મહેલો છે. જ્યાં તમે ઈતિહાસના પાનાઓમાં ડોકિયું કરી શકો છો. બુંદી કોટાથી 35 કિલોમીટર દૂર છે.

વારાણસી, ઉત્તર પ્રદેશ

વારાણસી વિશ્વના સૌથી જૂના શહેરોમાંનું એક છે. જો તમે હજી સુધી વારાણસીની મુલાકાત નથી લીધી, તો એકવાર અવશ્ય મુલાકાત લો. જો તમે નદી કિનારે પર મોર્નિંગ વોક કરવા માંગો છો અથવા ગંગા આરતીનો આનંદ માણવા માંગો છો, તો તમને વારાણસીના ઘાટ તમને ગમશે. સપ્ટેમ્બરમાં વારાણસીનું હવામાન અદ્ભુત હોય છે.

ઓરછા, મધ્યપ્રદેશ

બુંદેલા રાજપૂતોની રાજધાની ઓરછા એ ભગવાન રામનું પવિત્ર સ્થાન છે. અનેક સ્થાપત્ય અજાયબીઓથી ભરપૂર, ઓરછા તેના આકર્ષણ અને આભાથી તમને મંત્રમુગ્ધ કરી દેશે. સપ્ટેમ્બર મહિનો ઓરછા જવા માટે સારો છે.

અમૃતસર, પંજાબ

તમે સપ્ટેમ્બર મહિનામાં અમૃતસર જવાનો પ્લાન બનાવી શકો છો. અહીંનું સુવર્ણ મંદિર એ શીખોનું મુખ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળ છે. આ શહેર દૈવી ઉર્જા અને આધ્યાત્મિકતાથી ભરેલું છે. સુવર્ણ મંદિર સિવાય અહીં તમે બાઘા બોર્ડરની મુલાકાત પણ લઈ શકો છો. સપ્ટેમ્બરમાં અહીં પ્રવાસીઓની સારી એવી ભીડ હોય છે.

આ સમાચાર શેર કરો