મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Travel Tips / જમ્મુ-કાશ્મીર જઈ રહ્યા હોવ, તો જરૂર એક્પ્લોર કરો આ 3 જગ્યાઓ

જમ્મુ-કાશ્મીરની નજીક કટરામાં મા વૈષ્ણો દેવીનું મંદિર છે, અહીં દરરોજ લાખો લોકો દર્શન માટે આવે છે. ખાસ કરીને નવરાત્

Travel Tips / જમ્મુ-કાશ્મીર જઈ રહ્યા હોવ, તો જરૂર એક્પ્લોર કરો આ 3 જગ્યાઓ

જમ્મુ-કાશ્મીરની નજીક કટરામાં મા વૈષ્ણો દેવીનું મંદિર છે, અહીં દરરોજ લાખો લોકો દર્શન માટે આવે છે. ખાસ કરીને નવરાત્રીના નવ દિવસ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. લોકો જમ્મુ-કાશ્મીરમાં ફરવા પણ જાય છે. જમ્મુ ખૂબ જ સુંદર જગ્યા છે. અહીં ઘણા સ્થળોએ ટ્રેકિંગ ટ્રેલ્સ અને ઘણી પ્રકારની એડવેન્ચર એક્ટિવિટી કરવાની તક પણ મળી શકે છે.

જમ્મુમાં ફરવા માટે ઘણા સ્થળો છે. પરંતુ ઘણા લોકો અમુક જગ્યાઓ વિશે બહુ ઓછા જાણે છે. જો તમે વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો તમે જમ્મુમાં અન્ય કેટલાક સ્થળોની મુલાકાત લઈ શકો છો. આજે અમે તમને આ સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.  

માનસર તળાવ

માનસર તળાવ જમ્મુથી લગભગ 45 કિલોમીટરના અંતરે આવેલું છે. ચારે બાજુ લીલાછમ જંગલો અને ટેકરીઓથી ઘેરાયેલા આ તળાવનો નજારો ખૂબ જ સુંદર છે. આ જમ્મુના બેસ્ટ ટુરિસ્ટ પ્લેસમાંથી એક છે. તમે તમારા પરિવાર અને મિત્રો સાથે અહીં ફરવા જઈ શકો છો. આ સિવાય સુરીનસર તળાવ તેનાથી લગભગ 9 કિમીના અંતરે આવેલું છે. આ બે તળાવો ટ્વીન લેક તરીકે પણ ઓળખાય છે. સુરીનસર માનસર વન અભયારણ્ય આ બંને તળાવની વચ્ચે આવેલું છે. જ્યાં અનેક પ્રકારના પ્રાણીઓ જોઈ શકાય છે.

બાહુ કિલ્લો

બાહુ કિલ્લો તવી નદીના કિનારે એક ખડક પર આવેલો છે. તે શહેરના કેન્દ્રથી લગભગ 5 કિલોમીટરના અંતરે આવેલો છે. કિલ્લાની અંદર કાલી દેવીને સમર્પિત મંદિર છે. કિલ્લાની આસપાસનો વિસ્તાર બાગ-એ-બહુ તરીકે ઓળખાય છે. મંદિરને બાવે વાલી માતાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે અહીં દર્શન માટે પણ જઈ શકો છો. આ સ્થળ જમ્મુ તવી રેલ્વે સ્ટેશનથી 4 કિલોમીટરના અંતરે આવેલું છે.

પટનીટોપ

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં 2024 મીટરની ઉંચાઈ પર આવેલું પટનીટોપ હિલ સ્ટેશન ખૂબ જ સુંદર જગ્યા છે. તે જમ્મુથી લગભગ 110 કિલોમીટર દૂર છે. શિયાળામાં, બરફ વર્ષા, પાઈન વૃક્ષોના ગાઢ જંગલ અને ટેકરીઓનું સુંદર દૃશ્ય તમને માનસિક શાંતિ અને આનંદ આપે છે. તે પેરાગ્લાઈડિંગ અને અન્ય ઘણી પ્રવૃત્તિઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે.

આ સમાચાર શેર કરો