મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

National Tourism Day / ભારતના 5 સુંદર સ્થળો જે ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ છે ખૂબ પ્રખ્યાત

દર વર્ષે 25 જાન્યુઆરીએ ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ (National Tourism Day) ઉજવવામાં આવે છે. દેશના ઘણ

National Tourism Day / ભારતના 5 સુંદર સ્થળો જે ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ છે ખૂબ પ્રખ્યાત

દર વર્ષે 25 જાન્યુઆરીએ ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ (National Tourism Day) ઉજવવામાં આવે છે. દેશના ઘણા પર્યટન સ્થળોને વૈશ્વિક માન્યતા આપવા અને પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી તેની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસ ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ અને કુદરતી વારસાના મહત્ત્વને ઉજાગર કરવાનો અવસર છે. મુસાફરી આપણને ઘણી સંસ્કૃતિઓની નજીક લાવે છે અને નવા અનુભવો પણ કરાવે છે. આજે, રાષ્ટ્રીય પર્યટન દિવસ નિમિત્તે, અમે તમને ભારતના કેટલાક પ્રખ્યાત સ્થળો વિશે જણાવીશું જે ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકપ્રિય છે.

આ પણ વાંચો: ટ્રાવેલ ગ્રુપ સાથે મુસાફરી કરવા જઈ રહ્યા છો? તો પહેલા જાણી લો આ બાબતો, નહીં તો થશે પસ્તાવો

જયપુર

આ યાદીમાં રાજસ્થાનનું સુંદર શહેર જયપુર પણ સામેલ છે. અહીં હવા મહેલ, અંબર કિલ્લો, જંતર મંતર, નાહરગઢ કિલ્લો, જલ મહેલ જેવા ઘણા પ્રખ્યાત રાજવી મહેલો છે, જેને જોવા માટે વિદેશી પ્રવાસીઓ ખૂબ જ ઉત્સાહિત હોય છે. સંસ્કૃતિ પ્રેમીઓને શહેરની ગલીઓ જેમ કે ઓલ્ડ સિટી હેરિટેજ રૂટ, માર્કેટ રૂટ અને અન્ય સ્થળોએ ઈ-રિક્ષા દ્વારા મુસાફરી કરવી ગમે છે.

આગ્રા

આગ્રામાં આવેલ તાજમહેલ વિશ્વની સાત અજાયબીઓમાંનો એક છે, જે 1632માં મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા તેમની પત્ની મુમતાઝ મહેલના મકબરા તરીકે બનાવવામાં આવ્યો હતો. તાજમહેલ યમુના નદીના દક્ષિણ કિનારે સફેદ આરસપહાણથી બનેલો છે. 1983માં તાજમહેલને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. 2007માં તેને વિશ્વની નવી 7 અજાયબીઓની પહેલનો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. ભારત ઉપરાંત વિદેશના લોકો પણ તેની મુલાકાત લેવાનું પસંદ કરે છે.

ઋષિકેશ

દર વર્ષે, હજારો પ્રવાસીઓ યોગ નગરી ઋષિકેશની મુલાકાત લે છે જેથી તેઓ તેમના મનને શાંત કરી શકે અને તેમની વ્યસ્ત દિનચર્યામાંથી આધ્યાત્મિકતાને અપનાવી શકે. ભારતની યોગ નગરી ઋષિકેશમાં વિદેશી પ્રવાસીઓની હાજરી દર્શાવે છે કે જીવનમાં યોગ અને ધ્યાન કેટલું મહત્ત્વપૂર્ણ છે. ગંગા આરતી ઉપરાંત, તમે અહીં ધોધ અને બીટલ આશ્રમ જોઈ શકો છો અને ઘણી એડવેન્ચર એક્ટિવિટી પણ માણી શકો છો.

લદ્દાખ

લદ્દાખની સુંદરતા એવી છે કે ત્યાં ગયા પછી લોકો આ જગ્યાને ક્યારેય નથી ભૂલી શકતા. બાઈક દ્વારા લદ્દાખ એક્સપ્લોર કરવાની એક અલગ જ મજા છે. અહીં મુલાકાત લેવા માટે ઘણી બધી જગ્યાઓ છે જેમાં વિવિધ પ્રકારના મઠો, ગામડાઓ, ખીણો અને હિમનદીઓનો સમાવેશ થાય છે. મઠોમાં વિદેશી પ્રવાસીઓનું પણ સ્વાગત કરવામાં આવે છે. લદ્દાખ પશ્ચિમી દેશોના પ્રવાસીઓ અને પૂર્વી દેશોના આધ્યાત્મિક પ્રવાસીઓમાં એક મોટું આકર્ષણ છે.

ગોવા

ગોવા તેના સુંદર દરિયાકિનારા અને નાઈટલાઈફ માટે વિશ્વભરમાં જાણીતું છે. લોકોને અહીંની જીવનશૈલી અને સંસ્કૃતિ ખૂબ ગમે છે. ગોવાની સુંદરતાથી ભારત ઉપરાંત વિદેશી પ્રવાસીઓ પણ ખૂબ આકર્ષાય છે.

આ સમાચાર શેર કરો