મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Beauty Tips / શિયાળામાં દરરોજ ચહેરા પર લગાવો એલોવેરા, ઘરે જ બનાવી લો જેલ

શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર ડ્રાય સ્કિનની ફરિયાદ કરતા હોય છે. શિયાળામાં ઠંડો પવન ફૂંકાય છે, જેના કારણે ત્વચ

Beauty Tips / શિયાળામાં દરરોજ ચહેરા પર લગાવો એલોવેરા, ઘરે જ બનાવી લો જેલ

શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર ડ્રાય સ્કિનની ફરિયાદ કરતા હોય છે. શિયાળામાં ઠંડો પવન ફૂંકાય છે, જેના કારણે ત્વચા ડ્રાય થઈ જાય છે. આવી સ્થિતિમાં, લોકો ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, તેમ છતાં તેમને ઈચ્છિત પરિણામો નથી મળતા. જો તમે ડ્રાય સ્કિનથી રાહત મેળવવા માંગતા હોવ તો તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. એલોવેરામાં મોઇશ્ચરાઇઝિંગ ગુણો છે, જેના કારણે તેનો ઉપયોગ ડ્રાય સ્કિનને ઠીક કરવા માટે કરી શકાય છે.

આ પણ વાંચો: શિયાળામાં ફેસ વોશના કારણે ડ્રાય થઈ જાય છે સ્કિન? તો આ વસ્તુઓથી ધોઈ લો ચહેરો

બજારમાં ઉપલબ્ધ મોટાભાગના મોઇશ્ચરાઇઝર્સ કેમિકલ આધારિત હોય છે, જેના કારણે ત્વચાને નુકસાન પણ થઈ શકે છે. પરંતુ જો તમે તમારી ત્વચાને કુદરતી રીતે સુધારવા માંગો છો, તો એલોવેરા છોડ તમને આમાં ઘણી મદદ કરી શકે છે. એલોવેરાનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ માટે કરવામાં આવે છે, પરંતુ લોકો ખીલ અને ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓ માટે ઘણીવાર એલોવેરાનો ઉપયોગ કરે છે. એલોવેરામાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે ખરાબ ત્વચાને ઠીક કરવામાં મદદ કરે છે.

આ રીતે ઘરે જ બનાવો એલોવેરા જેલ

જો તમે દરરોજ તમારા ચહેરા પર એલોવેરા જેલ લગાવો છો, તો થોડા દિવસોમાં તમને તેની અસર જોવા મળશે. ઘરે એલોવેરા જેલ બનાવવું એકદમ સરળ છે. આ માટે, સૌ પ્રથમ તમારે છોડમાંથી એલોવેરાની તાજી ડાળી તોડી લેવી પડશે. જો તમારા ઘરમાં એલોવેરાનો છોડ છે, તો તેને તોડી લો, નહીં તો આસપાસમાં કોઈના ઘરે એલોવેરાનો છોડ હોય, તો તેમની પાસેથી માંગી લો. તમારે આ એલોવેરાને પાણીમાં ખૂબ સારી રીતે ધોવાની છે.

તેને ધોયા બાદ તેના પરની છાલને છરીની મદદથી કાઢી લો. જ્યારે તમે તેનું એક સ્તર હટાવો છો, ત્યારે તમને એલોવેરામાં હાજર પારદર્શક જેલ દેખાશે. તમારે તેને ચમચીની મદદથી મિક્સર જારમાં કાઢી લેવાનો છે. 

આ રીતે એલોવેરા જેલની શેલ્ફ લાઈફ વધારો

જરૂરિયાત મુજબ જેલને બહાર કાઢ્યા પછી, તમારે મિક્સર જાર બંધ કરીને તેને સારી રીતે બ્લેન્ડ કરવો પડશે. જ્યારે તે સ્મૂથ પેસ્ટ બની જાય, ત્યારે તમે તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો અને ડ્રાય સ્કિનથી છુટકારો મેળવવા માટે દરરોજ તેનો ઉપયોગ કરી શકો છો. તમે તેનો ઉપયોગ નાઈટ ક્રીમ તરીકે પણ કરી શકો છો. આ સિવાય જો તમે જેલની શેલ્ફ લાઈફ વધારવા ઈચ્છો છો, તો તમે તેમાં વિટામિન સી અને વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરી શકો છો અને તેનો 2 મહિના સુધી ઉપયોગ કરી શકો છો.

આ સમાચાર શેર કરો