મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'આ વિપક્ષનો પ્રોપેગેન્ડા છે...', CM પદથી હટાવવાના દાવા અંગે પહેલીવાર યોગીએ આપી પ્રતિક્રિયા

ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં 80માંથી 80 બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. વિપક્

'આ વિપક્ષનો પ્રોપેગેન્ડા છે...', CM પદથી હટાવવાના દાવા અંગે પહેલીવાર યોગીએ આપી પ્રતિક્રિયા

ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં 80માંથી 80 બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. વિપક્ષનું કહેવું છે કે ચૂંટણી બાદ ભાજપ યોગી આદિત્યનાથને સીએમ પદ પરથી હટાવી દેશે. વિપક્ષા આક્ષેપ અંગે સીએમ યોગીએ કહ્યું કે, હું યોગી છું. મારી પ્રાથમિકતા સત્તા માટે નહીં પરંતુ પાર્ટીના મૂલ્યો અને સિદ્ધાંતો માટે કામ કરવાની છે.
 
400ને પાર કરવાના સ્લોગનના સવાલ પર સીએમ યોગીએ કહ્યું, 'વિશ્વાસ નહીં પરંતુ આ થવું જોઈએ. આ દેશનો મંત્ર બની ગયો છે. સમગ્ર ભારતમાં જ્યાં જુઓ ત્યાં આ સ્લોગનને પોતાના જીવનનો હિસ્સો બનાવી લીધો છે. મોદીજીની લોકપ્રિયતા છેલ્લા 10 વર્ષમાં તેમના દ્વારા કરવામાં આવેલ કામને લોકો ધ્યાને લે છે. વિકાસ, સુરક્ષા, ગરીબોનું કલ્યાણ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને જનતા જનાર્દન આ સૂત્રને વાસ્તવિકતામાં ફેરવી રહ્યું છે.
 
યોગીએ કહ્યું કે 4 જૂને જ્યારે પરિણામ આવશે તો ફરી એક વખત મોદી સરકાર અને 400 સીટોનો લક્ષ્ય અમે એનડીએ સાથે મેળવીશું.  વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી. તેઓ ભાગલા પાડોની રાજનીતિ કરી રહ્યા છે. તેમણે હંમેશા વિભાજન જ કર્યું છે. કોંગ્રેસે પહેલા દેશનું વિભાજન કર્યું પછી તેમાંય ક્ષેત્રોના આધારે, ભાષાના આધારે વિભાજન કર્યું. અને આ ચૂંટણીમાં જાતિના આધારે વિભાજન કરવા અનેક પ્રકારના કાવતરા કર્યા છે. 


સીએમ બદલી નાંખવાના વિપક્ષ દ્વારા કરાતા આક્ષેપોનો જવાબ આપતા યોગીએ કહ્યું કે આ વિપક્ષનો પ્રોપેગેન્ડા છે. આમ તો હું પણ એક યોગી છું. મારા માટે સત્તા નહીં પરંતુ પાર્ટીના મૂલ્યો અને સિદ્ધાંતો માટે કામ કરવાનું, જે મૂલ્યો અને આદર્શો સાથે રાજનીતિ અને સાર્વજનિક જીવનમાં આવ્યું છે એના માટે કામ કરવું મારી પ્રાથમિકતા છે. કેજરીવાલે સત્તા માટે પોતાના સિદ્ધાંતોને તિલાંજલિ આપી દીધી છે. હું આ જનમ જ નહીં પરંતુ 100 જન્મો મારા સિદ્ધાંતો સાથે જીવવાનું પસંદ કરીશ. 
  
એક તરફ યુપીમાં 80માંથી 80 સીટો જીતવાનો ભાજપનો દાવો અને બીજી તરફ અખિલેશ યાદવનો એવો ટોણો કેસ ભાજપ માત્ર 'ક્યોટો' (વારાણસી) જીતશે, સીએમ યોગીએ કહ્યું, 'ચાલો, તેઓ આ વાત સ્વીકારી રહ્યાં છે કે કાશી અમે જીતી રહ્યા છે. આ પછી તેઓ કહેશે ગોરખપુર, પછી કહેશે મૈનપુરી, કન્નૌજ, આઝમગઢ, જ્યારે આ બધા ભાજપના હિસ્સામાં છે અને એનડીએનો ભાગ છે, તો સ્વાભાવિક રીતે ભાજપ 80માંથી 80 બેઠકો જીતશે.
 

આ સમાચાર શેર કરો