VIDEO : ગોરખપુરમાં યોગ દિવસની ઉજવણી, રવિ કિશને કર્યો યોગાભ્યાસ
સોર્સ : GSTV
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ગોરખપુરમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપના સાંસદ અને જાણીતા અભિનેતા રવિ કિશને એઈમ્સ ગોરખપુર ખાતે તબીબો અને વિદ્યાર્થીઓ સાથે મળીને યોગાભ્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે સ્વાસ્થ્ય જાળવવામાં યોગનું મહત્વ સમજાવ્યું હતું. રવિ કિશને સૌને દરરોજ યોગા કરવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે યોગ એ મન અને શરીરને સ્વસ્થ રાખવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. એઈમ્સના પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

