મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રેસલર વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા રાજકારણમાં ઝંપલાવશે, આજે કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાશે

હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. દરમિયાન એવા સમાચા

રેસલર વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા રાજકારણમાં ઝંપલાવશે, આજે કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાશે

હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. દરમિયાન એવા સમાચાર છે કે ભારતના બે મજબૂત કુસ્તી ખેલાડીઓ વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે. બજરંગ પુનિયાએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, બંને આજે બપોરે 1.30 વાગ્યે કોંગ્રેસમાં જોડાશે. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા બે દિવસ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા ત્યારથી રાજકારણ ગરમાયું હતું. 

જણાવી દઈએ કે ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે બંને મજબૂત રેસલર કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. આ પહેલા બંને રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અટકળો મુજબ વિનેશ ફોગટને દાદરીથી ટિકિટ આપવામાં આવી શકે છે. બજરંગ પુનિયા બદલીથી ટિકિટ માંગી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ તેમને આ બેઠકને બદલે કેટલીક જાટ પ્રભુત્વવાળી બેઠક પરથી ટિકિટ આપવાનું વિચારી રહી છે.

વિનેશ ફોગાટ થોડા દિવસ પહેલાં જ શંભુ બોર્ડરે ખેડૂતોની મોટી ખાપ પંચાયતમાં હાજર રહી હતી. અહીં ખેડૂતોએ તેનું સન્માન કર્યું હતું. હવે વિનેશ ફોગાટની સંભવિત રાજકીય એન્ટ્રીથી હરિયાણાની રાજનીતિમાં મોટો બદલાવ આવી શકે છે. ખાપ પંચાયતો અને ખેડૂતો સાથેના મજબૂત સંબંધોથી ચૂંટણીમાં મોટું સમર્થન મેળવી શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગાટની ભૂમિકા હરિયાણાના રાજકારણમાં મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે.

આ સમાચાર શેર કરો