VIDEO: કોલ્હાપુરના અંબાબાઈ મંદિરમાં સોનાનો ઢોળ ચડાવેલા ભવ્ય શિખરની સ્થાપનાનું કાર્ય શરૂ
મહારાષ્ટ્રના ઐતિહાસિક અને પવિત્ર એક એવા કોલ્હાપુરના પ્રખ્ય


મહારાષ્ટ્રના ઐતિહાસિક અને પવિત્ર એક એવા કોલ્હાપુરના પ્રખ્યાત અંબાબાઈ મંદિરમાં સોનાનો ઢોળ ચડાવેલા ભવ્ય શિખરની સ્થાપનાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ધાર્મિક અને પવિત્ર કાર્યને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિના ગર્ભગૃહ પરના મુખ્ય શિખરને સુવર્ણ મઢિત કરવા માટે અંદાજે ૪૦ કિલોથી વધુ સોનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે દાતાઓ અને ભક્તોના સહયોગથી એકત્રિત કરાયું છે. જયપુરના કુશળ કારીગરો દ્વારા આ શિખરનું નકશીકામ અને સ્થાપના પ્રક્રિયા ખૂબ જ કાળજીપૂર્વક હાથ ધરવામાં આવી રહી છે. આ ભવ્ય પ્રોજેક્ટ થયા બાદ મંદિરની સુંદરતા અને દિવ્યતામાં ઓર વધારો થશે, જે દેશભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક મુખ્ય આકર્ષણ બનશે.




