Video: મહિલા કારીગરોએ માન્યો મોદીનો આભાર

પંજાબના બઠિંડામાં ખેતી વિરાસત મિશનના સ્થાપક અને મહિલા કારીગરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં મહિલા કારીગરોના કાર્યની પ્રશંસા કરી હતી. આ પ્રશંસાથી ઉત્સાહિત થઈને સ્થાપક અને મહિલા કારીગરોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે પરંપરાગત કળા અને હસ્તકલા ક્ષેત્રે થઈ રહેલા કાર્યને પ્રોત્સાહન આપવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો.






