Video: તિરુપતિ મંદિરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કરી પૂજા-અર્ચના કરી

આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત પ્રસિદ્ધ તિરુમલા મંદિરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ઉપરાષ્ટ્રપતિએ મંદિરની મુલાકાત દરમિયાન ધાર્મિક વિધિમાં ભાગ લઈ ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. તિરુમલા મંદિર ભગવાન વેંકટેશ્વરને સમર્પિત દેશનાં સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક તીર્થસ્થળોમાંનું એક છે, જ્યાં દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.






