મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બાબા સિદ્દીકીની હત્યા કેસના સાક્ષીને મળી ધમકી, માગી 5 કરોડની ખંડણી

બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસ તપાસને આગળ ધપાવી રહી છે ત્યારે આ કેસમાં નવો વળાંક આવી રહ્યો છે. હવે રાષ્ટ

બાબા સિદ્દીકીની હત્યા કેસના સાક્ષીને મળી ધમકી, માગી 5 કરોડની ખંડણી

બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસ તપાસને આગળ ધપાવી રહી છે ત્યારે આ કેસમાં નવો વળાંક આવી રહ્યો છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસના પ્રત્યક્ષદર્શીને પણ ફોન ઉપર ધમકી મળી રહી છે. જોકે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસનો દાવો છે કે આ ધમકી લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જ આવી શકે છે. આ મામલે મળેલી ફરિયાદના આધારે ખાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 'મિટ્ટી મેં મિલા દેંગે...', કોણ છે લોરેન્સ બિશ્નોઈને ખુલ્લી ચેલેન્જ આપનારો 'નવાબ'

બાબા સિદ્દીકી હત્યા કેસમાં પ્રત્યક્ષદર્શીએ મુંબઈ પોલીસને જણાવ્યું કે, થોડા દિવસ પહેલા તેને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન પર તેણે પ્રત્યક્ષદર્શી પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરી અને જો તે પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી. એટલા માટે તેની સુરક્ષા સાથે મદદ કરવી જોઈએ.

જણાવી દઈએ કે બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરની રાત્રે હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને પણ આવા જ ધમકીભર્યા ફોન આવ્યા હતા. જીશાન સિદ્દીકીને ઓફિસમાં ધમકીનો ફોન આવ્યો હતો. જોકે, મુંબઈ પોલીસે આ કેસમાં નોઈડામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

બાબા સિદ્દીકી મર્ડર કેસમાં અત્યાર સુધી એક પછી એક એમ અનેક ધરપકડ કરવામાં આવી છે. 26 ઓક્ટોબરે પોલીસે પંજાબના લુધિયાણા શહેરમાંથી 15મા આરોપીની ધરપકડ કરી હતી. તેનું નામ સુજેશ સુશીલ સિંહ છે. પોલીસ સમગ્ર મામલાની અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો