મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વાયનાડમાં પ્રિયંકા ગાંધીને સ્મૃતિ ઈરાની ટક્કર આપશે? શું ભાજપ 1999નો ઈતિહાસ ફરી રીપિટ કરશે?

લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કેરળના વાયનાડ અને યુપીની રાયબરેલી બંને બેઠકો પર જીત મેળવી હતી. રાહુલ ગાં

વાયનાડમાં પ્રિયંકા ગાંધીને સ્મૃતિ ઈરાની ટક્કર આપશે? શું ભાજપ 1999નો ઈતિહાસ ફરી રીપિટ કરશે?

લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કેરળના વાયનાડ અને યુપીની રાયબરેલી બંને બેઠકો પર જીત મેળવી હતી. રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ રહેશે અને વાયનાડથી કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને પેટાચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ગાંધી પરિવારના વધુ એક સભ્ય દક્ષિણમાંથી રાજકારણમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. 

જણાવી દઈએ કે, ગાંધી પરિવારનો દક્ષિણ સાથે જૂનો સંબંધ છે. 1978માં કર્ણાટકના ચિકમગલુરથી ઈન્દિરા ગાંધી પેટાચૂંટણી જીત્યા હતા. એ પછી 1980માં ઈન્દિરા આંધ્રની મેડક સીટ પરથી જીત્યા. 1999માં સોનિયા ગાંધીએ પણ પોતાની રાજકીય કારકિર્દી દક્ષિણથી શરૂઆત કરી હતી.  સોનિયા ગાંધીએ 1999માં  અમેઠી અને કર્ણાટકની બેલ્લારી એમ બંને બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. અને બંને બેઠકો પરથી વિજેતા થયા હતા. બાદમાં બેલ્લોરી બેઠક છોડી હતી.

શું ભાજપ વાયનાડથી સ્મૃતિ ઈરાની પર દાવ લગાવશે?

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાના નિર્ણય બાદ સોશિયલ મીડિયા સહિત રાજકીય નિષ્ણાતોમાં ચર્ચા તેજ થઈ છે કે આ બેઠક પરથી ભાજપ કોને ઉમેદવાર બનાવશે. એવી પણ ચર્ચા છે કે ભાજપના મહિલા ફાયરબ્રાન્ડ નેતા સ્મૃતિ ઈરાનીને વાયનાડ બેઠક પરથી ઉતારી શકે છે. સ્મૃતિ ઈરાનીને ભલે આ વખતે અમેઠીથી કોંગ્રેસના કેએલ શર્મા સામે લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ 2019માં તેમણે કોંગ્રેસના ગઢ અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા હતા. એવું જોતા ભાજપ સ્મૃતિ ઈરાનીને પ્રિયંકા ગાંધી સામે મેદાનમાં ઉતારી શકે છે.

સુષ્મા સ્વરાજે 1999માં સોનિયા સામે ચૂંટણી લડી હતી

ભાજપ ભૂતકાળમાં પણ ટિકિટ બાબતે આશ્ચર્યજનક નિર્ણયો લઈને બધાને ચોંકાવે છે. 1999માં જ્યારે બેલ્લારીથી સોનિયા ગાંધીના રાજકારણમાં ડેબ્યૂના સમાચાર સામે આવ્યા ત્યારે ભાજપે આ બેઠક પર સુષ્મા સ્વરાજને ચૂંટણી લડાવી હતી. આ બેઠક પર સુષ્મા સ્વરાજે સોનિયા ગાંધીને ટક્કર આપી પરંતુ તે 56 હજાર જેટલા મતે હારી ગયા હતા. સોનિયા ગાંધીને 414000 વોટ મળ્યા હતા.

આ સમાચાર શેર કરો