મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કૂરકૂરે ન લાવી આપતા પતિથી નારાજ થઈ પત્ની, પોલીસ સ્ટેશને પહોંચી ઘટના

ઉત્તર પ્રદેશના આગ્રાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્ની પાંચ રૂપિયાનું કૂરકૂરેનું પેકેટ ન મળતા પતિથી નારા

કૂરકૂરે ન લાવી આપતા પતિથી નારાજ થઈ પત્ની, પોલીસ સ્ટેશને પહોંચી ઘટના

ઉત્તર પ્રદેશના આગ્રાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્ની પાંચ રૂપિયાનું કૂરકૂરેનું પેકેટ ન મળતા પતિથી નારાજ થઈને પિયર જતી રહી છે. બીજી તરફ, પતિનો આરોપ છે કે, પત્ની રોજ કૂરકૂરેનું એક પેકેટ માંગતી હતી. હવે, આ કેસ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

એક રિપોર્ટ મુજબ, ક્રૂરકૂરે ન મળતા નારાજ પત્નીએ પતિ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બંને વચ્ચે ઝઘડો એટલી હદ સુધી વધ્યો છે કે, પોલીસે બંને પરિવારને કાઉન્સેલિંગ માટે મોકલ્યા છે. પતિ-પત્નીની વાત સાંભળીને તેમને આગલી તારીખ પણ આપવામાં આવી છે.

યુવતીએ શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા યુવક સાથે 2023માં લગ્ન કર્યા હતા. બંનેનું લગ્નજીવન બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ, પત્નીની કૂરકૂરે ખાવાની આદતથી પતિ પરેશાન થઈ ગયો હતો. પતિ ઓફિસ માટે ઘરથી નીકળતો હતો ત્યારે જ પત્ની કૂરકૂરેનું પેકેટ મંગાવતી હતી. એક દિવસ પતિ કૂરકૂરે ન લાવ્યોને વાતનું વતેસર થઈ ગયું અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો.

આ સમાચાર શેર કરો