મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત કેમ ન થઈ, મુખ્ય ચૂંટણી કમિશનરે આપ્યું આ કારણ
કેન્દ્રીય ચૂંટણી પંચે શુક્રવારે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. પરંત

કેન્દ્રીય ચૂંટણી પંચે શુક્રવારે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. પરંતુ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી.
આ અંગે જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને પૂછવામાં આવ્યું તો તેમણે ઘણાં કારણો આપ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તેથી મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજવા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉપરાંત આ સમયગાળા દરમિયાન અનેક તહેવારો પણ આવે છે. નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવાર આવી રહ્યા છે. પરિણામે હજુ સુધી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેરાત કરવામાં આવી નથી.
10 વર્ષ પછી જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજાશે
10 વર્ષ પછી જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે 2014માં ચૂંટણી થઈ હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે. 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબરે મતદાન થશે. તેમજ 4 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત હરિયાણામાં પહેલી ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. અને તેનું પણ પરિણામ 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.






