Video: ટાઈગર શ્રોફ પર કેમ થયું ફાયરિંગ, સામે આવ્યું કારણ

ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ મામલે મોટો ખુલાસો થયો છે. બોલીવુડમાં એક જ ટાઈગર છે તેવા ટાઈગર શ્રોફના નિવેદન બાદ તેમના પર ફાયરિંગ થયુ છે. પોલીસ પૂછપરછ દરમિયાન પકડાયેલા શૂટરોમાંથી એકે ખુલાસો કર્યો છે કે સલમાન ખાન સાથેના કનેક્શનના કારણે ટાઈગર શ્રોફ પર આ હુમલો કરવામાં આવ્યો હતો. શૂટરે પોલીસને જણાવ્યું કે લૉરેન્સ બિશ્નોઈ ગેંગ અભિનેતાથી બદલો લેવા માંગતી હતી, કારણ કે તેમણે 2022માં એક ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાન ખાનના વખાણ કર્યા હતા. 'હીરોપંતી ૨' ના પ્રમોશન દરમિયાન એક ઇવેન્ટમાં ટાઈગર શ્રોફને ઈદ પર ફિલ્મ રિલીઝ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું આ ઇન્ડસ્ટ્રીમાં ફક્ત એક જ ટાઈગર છે અને તે છે સલમાન સર. તેમની સામે હું માત્ર એક બિલાડી છું. તે સમયે ટાઈગરનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું.





