સોનિયા ગાંધી ભારતનાં વડાંપ્રધાન કેમ ન બન્યાં, તેમણે હવે તેનું કારણ જણાવ્યું

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ તેમના પુસ્તક *'બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ'* (Belonging: A Journey of Love) માં વડાપ્રધાન ન બનવાના તેમના નિર્ણય વિશે ખુલીને વાત કરી છે. તેમણે આ પદ સંભાળવા માટે પોતાની પાર્ટી દ્વારા કરવામાં આવેલી વિનંતીને નકારી કાઢી હતી. હવે તેમણે આ નિર્ણય પાછળના કારણોનો ખુલાસો કર્યો છે.
દેશના વડાપ્રધાન ન બનવાના તેમના નિર્ણય અંગે તેઓ પુસ્તકમાં લખે છે, "મારા મનમાં રહેલી શંકાનો છેલ્લો અંશ પણ અચાનક અદ્રશ્ય થઈ ગયો. જાણે હું મારી જાતને કહી રહી હોઉં: 'સોનિયા, તારી પોતાની જાત પ્રત્યે પ્રમાણિક રહે. તને આ વાત હંમેશાંથી ખબર જ હતી. બસ, હવે આને જતું કર.'"
જાહેરાત





