ઇન્ડિયા ગઠબંધન Data Protection Actનો કેમ કરી રહ્યું છે વિરોધ? જાણો શું બદલાશે
Data Protection Act: દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધને ડેટા પ્રોટેક્શન એક્ટ (Data Protection Act)ને લઇને

Data Protection Act: દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધને ડેટા પ્રોટેક્શન એક્ટ (Data Protection Act)ને લઇને પત્રકાર પરિષદ કરી હતી. ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષે Data Protection Actને લઇને કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ તરફથી ગૌરવ ગોગોઇ, UBT શિવસેનામાંથી પ્રિયંકા ચતુર્વેદી અને અરવિંદ સામંત જ્યારે DMKના એનઆર ઇલાન્ગો અને VCKના રવિ કુમાર સામેલ થયા હતા.
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઇએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સંસદમાં જે ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ પાસ થઇ રહ્યું છે તેમાં એક ખતરનાક સેક્શન છે- Sectio 44(3),જે RTI એક્ટના Section 8(1)(j)ને જ સંશોધિત કરી રહ્યું છે. આરોપ લગાવવામાં આવ્યો કે ડેટા પ્રોટેક્શન બિલે RTI Actના ધજાગરા ઉડાવી દીધા છે.
Actમાં કહેવામાં આવ્યું કે જો RTIમાં એવી કોઇ જાણકારી માંગવામાં આવી છે જેનો જનહિત સાથે કોઇ લેવાદેવા નથી તો તેનો જવાબ આપવો જરૂરી નથી.ઉદાહરણ આપવામાં આવ્યું કે જો તમે જાણવા માંગો છો કે બિહારમાં જે પુલ તૂટી ગયા હતા તેના ટેન્ડર અધિકારીઓએ ક્યા કોન્ટ્રાક્ટરને આપ્યા હતા? તો એક્ટ દ્વારા સૂચના અને જાણકારીનો અધિકાર ષડયંત્ર હેઠળ તમારી પાસેથી છીનવી લેવામાં આવ્યો છે.
કોંગ્રેસના સાંસદે ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રસારણ મંત્રીને સૂચન આપ્યુ કે Section 44(3)ને ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટમાંથી હટાવી દેવામાં આવે. અમે એક પિટિશન તૈયાર કરી છે જેમાં વિપક્ષના લગભગ 120 નેતાઓના હસ્તાક્ષર છે. તેને જલ્દી મંત્રાલયને મોકલવામાં આવશે.કોંગ્રેસના સાંસદે આશા વ્યક્ત કરી કે સરકાર આ બિલ પર ગંભીરતાથી વિચાર કરશે.
પ્રિયંકા ચતુર્વેદીએ શું કહ્યું?
શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, આજે ડિજિટલ પ્લેટફોર્મ મહત્ત્વપૂર્ણ છે પરંતુ જે રીતે સરકાર ઘેરાવની તૈયારી કરી રહી છે તેનાથી ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્ત્વને મોટું નુકસાન થશે.મને એ કહેવામાં કોઈ ખચકાટ નથી કે દેશનું બ્રોડકાસ્ટ મીડિયા પડી ભાંગ્યું છે.
સરકાર હવે RTI Actને પુરી રીતે નષ્ટ કરવામાં લાગેલી છે. સરકાર કેટલીક એવી જોગવાઇ લાવી છે જેનાથી હવે જનતાને જાણકારી નહીં મળી શકે. આ દુર્ભાગ્યપૂર્ણ છે. 2019 અને 2021માં જ્યારે આ બિલ લાવવાનો પ્રયાસ થયો હતો ત્યારે તેમાં આ જોગવાઇ નહતી પરંતુ જ્યારે 2023માં મનમાની રીતે બિલ લાવવામાં આવ્યું ત્યારે આ જોગવાઇ જોડી દેવામાં આવી છે.સરકાર બિલ દ્વારા પ્રેસ ફ્રીડમ અને ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ પર શકંજો કશસે.આટલું જ નહીં તેમાં દંડની પણ જોગવાઇ છે જે કરોડો રૂપિયા સુધીની છે.સાથે જ આ બિલની સૌથી ખરાબ વાત આ છે કે દેશભરમાં જે ડેટા પ્રોટેક્શન બોર્ડ બનશે તેના તમામ નિર્ણય કેન્દ્ર સરકારના આધિન હશે. આ બિલમાં કેન્દ્ર સરકાર પાસે એવી પણ તાકાત હશે જેમાં તે નિર્ણય લઇ શકશે કે સૂચના કોણ શેર કરી શકે છે.એવામાં તમામને નિવેદન છે કે આ બિલ વિરૂદ્ધ અવાજ બુલંદ કરો જેથી આપણી જે માંગ છે તે પુરી થાય અને જનતા, ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર અને પત્રકારોના અધિકાર સુરક્ષિત રહે.
CPI-Mના સાંસદ જૉન બ્રિટાસે કહ્યું કે,મોદી સરકારે એક જ ઝટકામાં RTIને ખતમ કરી દીધી છે જેનાથી પ્રેસની સ્વતંત્રતા પર દૂરગામી પ્રભાવ પડશે. જૉન બ્રિટાસે પત્રકારોને 2019ના JPC રિપોર્ટ જોવાનો આગ્રહ કર્યો છે.જે જોગવાઇ લાવવામાં આવી છે તેમાંથી કેટલીક JPCની ભલામણોના વિપરીત છે. ડિજિટલ ડેટા પ્રોટેક્શન બોર્ડે ભલામણ આપી છે કે સભ્યોની નિયુક્તિ કેવી રીતે કરવી જોઇએ, જેમ કે અટોર્ની જનરલને સામેલ કરવા જેથી આ નક્કી કરી શકાય કે તેમની જોગવાઇનું યોગ્ય પાલન કરવામાં આવે પરંતુ તેમાંથી કઇ પણ કાયદામાં સામેલ કરવામાં આવી નથી.







