મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'જે કરશે જાતિની વાત, એને મારીશ જોરદાર લાત...', જાતિવાદના રાજકારણથી કેમ ગુસ્સે ભરાયા નીતિન ગડકરી

દેશમાં સમયાંતરે જાતિવાદને લઈને નિવેદનો આવતા રહે છે. દેશમાં હોય કે રાજ્યમાં

'જે કરશે જાતિની વાત, એને મારીશ જોરદાર લાત...', જાતિવાદના રાજકારણથી કેમ ગુસ્સે ભરાયા નીતિન ગડકરી

દેશમાં સમયાંતરે જાતિવાદને લઈને નિવેદનો આવતા રહે છે. દેશમાં હોય કે રાજ્યમાં ચૂંટણીટાણે જ્ઞાતિવાદ પર રાજકારણ ગરમાયું જ છે. જ્ઞાતિવાદના રાજકારણની વાત વચ્ચે બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુસ્સે ભરાયા છે. એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં હાલમાં જાતિવાદી રાજકારણ ચાલી રહ્યું છે. હું જાતિવાદમાં માનતો નથી. જે કોઈ જાતિ વિશે વાત કરશે, હું તેને સખત લાત મારીશ.
 
ગડકરીએ કહ્યું કે, મારા મતવિસ્તારમાં 40 ટકા મુસ્લિમો છે. મેં તેમને પહેલેથી જ કહ્યું છે કે, હું આરએસએસનો વ્યક્તિ છું. હું હાફ ચડ્ડીવાળો વ્યક્તિ છું. કોઈને વોટ આપતા પહેલા સારી રીતે વિચારી લો જેથી તમારે પાછળથી પસ્તાવો ન કરવો પડે. જે મત આપશે, હું તેનું પણ કામ કરીશ અને જે વોટ નહીં આપે તેનું પણ હું કામ કરીશ.

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે 26 નવેમ્બરે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થશે. ઓક્ટોબર-નવેમ્બરમાં અહીં વિધાનસભાની 288 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, NCPને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. જો કે ચૂંટણી બાદ શિવસેના એનડીએથી અલગ થઈ ગઈ અને એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. એ પછી  જૂન 2022માં શિવસેનામાં આંતરકલહ બાદ એકનાથ શિંદેએ પાર્ટીના 40 સભ્યો સાથે જુદા થયા. એકનાથ શિંદેને બીજેપીનું સમર્થન મળતાં મુખ્યમંત્રી બની ગયા. 

આ સમાચાર શેર કરો