બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? ભાજપ નેતા અને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ કરી સ્પષ્ટતા

બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ શુક્રવારે એનડીએના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગેની અટકળોનો અંત આવ્યો છે. તેમણે એ પણ પુષ્ટિ આપી કે, આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી પછી પણ જેડી(યુ) પ્રમુખ નીતિશ કુમાર ગઠબંધનનો ચહેરો રહેશે.
નીતિશ કુમારના નેતૃત્વ અંગે કોઈ ભ્રમ નથી
બિહાર વિધાનસભાના બજેટ સત્રમાં હાજરી આપતા પહેલા પત્રકારો સાથે વાત કરતા સમ્રાટ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે, નીતિશ કુમારના નેતૃત્વ અંગે કોઈ ભ્રમ નથી. તેમણે કહ્યું કે તેઓ એનડીએના મુખ્યમંત્રી પદનો ચહેરો છે. અને વિધાનસભા ચૂંટણી પછી પણ તેઓ તે પદ પર રહેશે. તેમના નિવેદનથી એવી અટકળોનો અંત આવ્યો કે ભાજપ ચૂંટણી પછી મુખ્યમંત્રી તરીકે નવો ઉમેદવાર ઉભો રાખી શકે છે.
ભાજપ નીતિશ કુમાર સાથે સહજ છે
ચૌધરીએ કહ્યું કે, ભાજપ નીતિશ કુમાર સાથે સહજ છે. જે 1996થી NDAનું નેતૃત્વ કરી રહ્યા છે. એટલા માટે નીતિશ ગઈકાલે પણ નેતા હતા, આજે પણ નેતા છે અને કાલે પણ નેતા રહેશે. નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારે આગામી ચૂંટણીઓ માટે તેમના પિતાને સત્તાવાર રીતે એનડીએના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવાની માંગ કર્યા પછી તેમની ટિપ્પણીઓને વધુ મહત્વ મળ્યું.
નિશાંત કુમારે છેલ્લા બે દાયકામાં તેમના પિતા દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો અને લોકોને તેમને મત આપવા વિનંતી કરી હતી. નિશાંતે કહ્યું હતું કે તેમને ફરીથી મુખ્યમંત્રી બનાવવા જોઈએ. બિહારના વિકાસ માટે તેમણે કામ કર્યું છે એને તમે જ દેખાડો. મત આપો... નીતિશ કુમારના જન્મદિવસ પર પટનાના પ્રખ્યાત મહાવીર મંદિરમાં પ્રાર્થના કર્યા પછી નિશાંતે મીડિયા સમક્ષ આ વાત કહી હતી.
નિશાંત કુમારના સક્રિય રાજકારણમાં જોડાવા અંગે પૂછવામાં આવતા, ચૌધરીએ કહ્યું કે તે JD(U)નો એ આંતરિક મામલો છે. તેમણે કહ્યું કે, આ નીતિશકુમારની પાર્ટીનો આ અંગત મામલો છે. તેઓ જે પણ નિર્ણય લેશે, ભાજપ ગઠબંધન પાર્ટનર તરીકે તેમની સાથે રહેશે.
વિપક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવ પર ટિપ્પણી કરતા ચૌધરીએ દાવો કર્યો હતો કે, રાજકારણમાં તેજસ્વીનું સ્થાન સંપૂર્ણપણે તેમના પિતા પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદને કારણે છે. તેમણે કહ્યું કે જે દિવસે લાલુજી તેજ પ્રતાપ કે મીસા ભારતી જેવા બીજા કોઈને પોતાના રાજકીય ઉત્તરાધિકારી જાહેર કરશે, તે દિવસે તેજસ્વીનું કોઈ સાંભળશે પણ નહીં.

